છત્તીસગઢ: આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘણા બધા એવા બનાવો બનતા હોય છે અને આ બનાવો એવા હોય છે જેને જાણીને આપણને તેનું ઘણું દુઃખ લાગતું હોય છે. હાલમાં એક એવો જ બનાવ બન્યો છે જેમાં પાંચ વર્ષની દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતનો બનાવ ઝારખંડના રંકા થાણા વિસ્તારના કૂટવા મોડ વિસ્તારમાં આ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં બલીગઢ ગામના દેવપ્રતાપ સિંહ તેમના સબંધીને મળીને તેમના સબંધીને મળીને તેમની પત્ની અને પાંચ વર્ષની બાળકીને લઈને પાછા આવી રહ્યા હતા.
આ દરમિયાન છત્તીસગઢ ગદવા બાજુ આવી રહેલી એક ટ્રકે ટક્કર મારી દેતા પાંચ વર્ષની દીકરી મમતાનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઉપરાંત, પતિ અને પત્નીને થોડી ઈજાઓ પહોંચી હતી. જે વખતે આ બનાવ બન્યો તો તરત જ તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ પણ આ ઘટનાસ્થળ પર આવી ગઈ હતી. પોલીસ દ્વારા આવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, આ અકસ્માત અંબીકાપુરના NH ૩૪૩ માર્ગ પર બન્યો હતો અને આ જોઈને આજે માતા-પિતાને અને બાળકીના પરિવારને ઘણું દુઃખ લાગ્યું હતું. આ બનાવ બાદ ગામના લોકો પણ ભેગા થઇ ગયા હતા અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.