આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારો આજના સમયમાં પણ ખુબ જ પ્રાસંગિક છે. ચાણક્યએ પૈસા, વેપાર, પ્રગતિ અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું સમાધાન પણ આપ્યું છે. જો કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા મેળવવા માંગે છે તો તેણે આ વિચારોને પોતાના જીવનમાં ખુબ જ જલ્દી લાગુ કરવા જોઈએ. આજે આપણે આચાર્ય ચાણક્યના આમાંથી એક વિચારનું વિશ્લેષણ કરીશું. આજનો વિચાર તે બાબતો વિશે છે જે ચાણક્ય નીતિ અનુશાર ખુબ જ સારા માનવામાં આવે છે.
ચાણક્યએ એક શ્લોક દ્વારા તે ચાર બાબતોનો ઉલ્લેખ કર્યો છે જેનું સ્થાન સૌથી ઉપર રાખવામાં આવે છે. તો ચાલો જાણીએ કઈ છે તે આ ચાર વસ્તુઓ. આ શ્લોક દ્વારા આચાર્ય ચાણક્યનું કહેવું છે કે મનુષ્ય માટે અન્ન એ સૌથી મોટું દાન છે. પરંતુ ચાણક્યનું કહેવું છે કે ભૂખ્યાને ભોજન કરાવવા, તરસ્યાને પાણી આપવાથી વધુ પુણ્ય બીજું કંઈ નથી.
આ ઉપરાંત ચાણક્યએ હિંદુ કેલેન્ડરની 12મી તારીખ એટલે કે દ્વાદશીના દિવસને સૌથી પવિત્ર ગણાવ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી ફળ મળે છે.
સાથે જ આચાર્ય ચાણક્યએ ગાયત્રી મંત્રને સૌથી મોટો મંત્ર ગણાવ્યો છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને શક્તિ, ઉંમર અને ધનની પ્રાપ્તિ થાય છે.
ચાણક્યએ આ શ્લોકના અંતમાં માતાને બ્રહ્માંડમાં મનુષ્ય માટે સૌથી મહાન ગણાવી છે. ચાણક્યનું કહેવું છે કે માતાથી મોટો કોઈ દેવ કે ગુરુ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.