હાલમાં કોરોના ગુજરાતને પોતાના ભરડામાં લઈ રહ્યું છે. ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. ગુજરાતની જનતા વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન માટે વલખા ખાઈ રહી છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાની સારવારમાં જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે સિવિલ હોસ્પિટલ બહાર લોકોની વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ બધા વચ્ચે રેમડેસીવીર ઇન્જેક્શન OLX સાઈટ પર ઓનલાઈન વેચાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
OLX સાઈટ પર ઓનલાઈન વેચાણની માહિતી મળતા Watchgujarat.com નામની સ્થાનિક અહેવાલ વેબસાઈટના અહેવાલ અનુસાર તેમના દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ઓનલાઈન સાઈટ પર સુરતના બે લોકોએ આ ઇન્જેક્શન મેળવવા માટે પોસ્ટ કરી હતી. આ પોસ્ટ મુકનાર વ્યક્તિનો સંપર્ક કરતા 2 કલાક બાદ પણ કોઈ રિપ્લાય મળ્યો ન હતો. સુરત સહિત રાજ્યમાં કોરોના વધતાના રેમડેસીવીર ઇન્જેક્શની માંગ ખૂબ જ ઉઠી છે. આ ઇન્જેક્શન મેળવવા માટે લોકો હોસ્પિટલ બહાર 5 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે.
ત્યારે વળી બીજી તરફ તાજેતરમાં ભાજપ કાર્યાલયમાંથી આ ઇન્જેક્શનની વહેંચણી થતા રાજ્યનું રાજકારણ પણ જોરશોરથી ગરમાયુ છે. પરંતુ આ બધા વચ્ચે રેમડેસીવીર ઇન્જેક્શનની ઓનલાઇન કાળા બજારી થતી હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રેમડેસીવીર ઇન્જેક્શનને ઓનલાઇન ખરીદ – વેચાણ કરવા માટેના OLX પોર્ટલ પર વેચવા માટે મુકવામાં આવ્યા છે. જો કે, Watchgujarat.com દ્વારા ઇન્જેક્શન વેચવા માટે મુકેલા વ્યક્તિનો સંપર્ક કરાતા કોઇ જવાબ મળ્યો ન હતો. તેવું પણ જણાવવામાં આવ્યું છે.
રેમડેસીવીર ઇન્જેક્શનની લઈને થતી કાળા બજારીની તપાસમાં Watchgujarat.comની ટીમ તપાસ કરી રહી છે. એક તરફ સુરતમાં ઇન્જેક્શન મેળવવા લોકો કતારોમાં ઉભા રહે છે અને ઇંજેક્શન સિવિલ હોસ્પિટલ સિવાય બીજો કશે નથી મળી રહ્યું તે ઇન્જેક્શન OLX સાઈટ પર ઓનલાઈન વેચાણ અર્થે મુકવામાં આવ્યું હતું. Watchgujarat.comની ટીમે તપાસ કરી તો સુરતના બે વિસ્તારોમાં બે અલગ અલગ લોકોએ આ ઇન્જેક્શનના વેચાણ અર્થે પોસ્ટ મૂકી હતી
5 હજારમાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચાતું હોવાની પોસ્ટ મૂકી
સુરતમાં બે લોકોએ ઇન્જેક્શન વેચાતું હોવાની પોસ્ટ મૂકી હતી. ત્યારે Watchgujarat.comની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં રાહુલ નામના આઈ ડી પરથી અડાજણ ખાતે આ ઇંજેક્શન 5 હજાર રૂપિયામાં વહેચાતા હોવાની પોસ્ટ મૂકી હતી. તો બીજી તરફ અંબા નગર ખાતે આ ઇંજેક્શન વેચાણ માટે મુકવામાં આવ્યું હતું. અડાજણના યુવકે 100ml ઇંજેક્શનના 5 હજાર રૂપિયા ભાવ સાથે આ પોસ્ટ મુકવામાં આવી હતી.
અમારી ટીમે સંપર્ક કર્યો પણ કોઈ જવાબ મળ્યો નથી
જે ઇન્જેક્શન સુરતમાં ક્યાંય મળતા નથી તે ઇંજેક્શન ઓનલાઈન સાઈટ પર કેવી રીતે વેચાઇ રહ્યા છે? અને 5 હજાર રૂપિયા કેવી રીતે વસુલવામાં આવી રહ્યા છે તે અંગે પણ તપાસ કરી હતી. ઇન્જેક્શન વેચનારા આઈડીમાં કોઈ સંપર્ક નંબર આપવામાં આવ્યો ન હતો. જેથી અમે પર્સનલ મેસેજ કરી ઇંજેક્શન મેળવવાની વાત કરી હતી. પરંતુ લગભગ 2 કલાક વીત્યા બાદ પણ આ મામલે કોઈ રિપ્લાય મળ્યો ન હતો.
2 કલાકની મહેનત બાદ પણ અમને આ ઇન્જેક્શન મેળવવું હોય તો ક્યાંથી મળે, કેટલા રૂપિયા થાય તે અંગે કોઈ જ જવાબ મળ્યો ન હતો. ત્યારે શું આ ઇસમે પોસ્ટ મજાક માટે મૂકી હોય શકે તે પણ સવાલ ઉઠી રહ્યો છે. એક તબક્કે માની લઈએ કે, આ પોસ્ટ મજાક માટે મૂકી હોય શકે. પરંતુ વ્યક્તિના પરિવારજન જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું હોય ત્યારે આ પ્રકારની પોસ્ટથી લોકોનો સમય પણ બગડે છે. અને વ્યક્તિના જીવન સામે પણ સવાલો ઉભા થાય છે. ત્યારે આ પોસ્ટ મામલે શું તપાસ થશે કે કેમ તે એક મોટો સવાલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.