73rd Republic Day: દેશ આજે એટલે કે 26 જાન્યુઆરી(26th January 2022)એ 73મો ગણતંત્ર દિવસ(73rd Republic Day) ઉજવી રહ્યો છે. આ દિવસે ભારતની પ્રતિષ્ઠિત સંસ્થામાં ત્રિરંગો લહેરાવવામાં આવે છે. આવી જ ઉજવણી દિલ્હી(Delhi)માં પણ થાય છે અને આ ઉજવણી પ્રથમવાર 1950માં ઉજવવામાં આવી હતી. જ્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે(Rajendra Prasad) પહેલીવાર તિરંગો ફરકાવ્યો હતો. આવો આજે અમે તમને જણાવીએ કે દેશમાં શા માટે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે અને તેની પાછળનો ઈતિહાસ શું છે
ભારતનું બંધારણ વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ અમલમાં આવ્યું હતું. સ્વતંત્ર પ્રજાસત્તાક બનવા અને દેશમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1950ના રોજ લોકશાહી સરકાર પ્રણાલી સાથે બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. એટલે કે આઝાદીના 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ પછી બંધારણ અમલમાં આવ્યું. આ દિવસે ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું.
શા માટે માત્ર 26 જાન્યુઆરી?
અનેક બલિદાન આપ્યા બાદ જ ભારતને આઝાદી મળી હતી. પરંતુ દેશ ચલાવવા માટે એક બંધારણની જરૂર છે જે તે દેશનું બંધારણ અને કાયદો હોય. આપણા દેશને બંધારણ દ્વારા જ લોકશાહી, સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ જાહેર કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતમાં પૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી હતી. હકીકતમાં, અગાઉ આઝાદીની ઉજવણી પણ 15 ઓગસ્ટે નહીં પરંતુ 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવતી હતી. લાહોરમાં પંડિત નેહરુની અધ્યક્ષતામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે જો બ્રિટિશ સરકાર 26 જાન્યુઆરી 1930 સુધીમાં ભારતને કોલોનીનો દરજ્જો નહીં આપે તો તેને સંપૂર્ણ સ્વતંત્ર જાહેર કરવામાં આવશે. આ તારીખને ધ્યાનમાં રાખીને 26 તારીખ પસંદ કરવામાં આવી હતી.
પ્રથમ વખત, પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 21 બંદૂકોની સલામી લીધી અને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. તે દિવસથી દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી અગાઉ 24 જાન્યુઆરીથી શરૂ થતી હતી, પરંતુ હવે તેને બદલીને 23 જાન્યુઆરી કરવામાં આવી છે કારણ કે આ સમયગાળા દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ થાય છે. 29 જાન્યુઆરીએ, બીટીંગ રીટ્રીટ સેરેમની યોજાય છે, જેમાં વિવિધ પ્રકારની ધૂન વગાડવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.