પ્રેમિકાના લગ્ન બીજા યુવક સાથે થવાના સમાચાર મળતા જ પ્રેમીપંખીડાએ કર્યું મોતને વ્હાલું- ગુજરાતની ચોંકાવનારી ઘટના

બાવળા(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યા(Suicide)ના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા…

બાવળા(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યા(Suicide)ના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે બાવળા(bavla) તાલુકાનાં ગાંગડ ગામ(Gangad village)ની સીમમાં ઝાડની ડાળીએ લટકીને પ્રેમી-પંખીડા જે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. પશુચારવા ગયેલા ભરવાડે ઝાડ ઉપર લાશો લટકતી જોઈને બગોદરા(Bagodra) પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા લાશોને નીચે ઉતરાવી પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી આપીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, યુવતીનાં લગ્ન અન્ય યુવાન સાથે થવાના હોવાથી આ પગલું ભર્યું છે. સીમમાં પશુ ચરાવવા માટે ભરવાડ ગયો હતો અને તેણે ઝાડ નીચે લટકતી બંનેની લાશોને જોતાં જ તેણે બગોદરા પોલીસને જાણ કરતાં બગોદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બંને લાશોને નીચે ઉતારી બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.માટે મોકલી આપીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મરણ જનાર યુવક સંજયભાઈ સાગરભાઇ પગી અને યુવતી શીતલબેન રમેશભાઈ પગી છે.

મળતી માહિતી મુજબ, આ કપલ બંને આઠ દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતાં અને યુવતીનાં સગાએ ચુડા પોલીસમાં ગુમ થયાની જાણવા-જોગ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઉપરાંત, યુવતીનાં થોડા દિવસમાં જ અન્ય યુવક સાથે લગ્ન થવાનાં હતાં. યુવતીને જેની સાથે લગ્ન થવાનું હતાં તે યુવક ગમતો નહીં હોવાથી તેમજ લગ્ન કરવા રાજી નહીં હોવાથી તેનાં પ્રેમી સંજય પગી સાથે ભાગી ગઈ હતી. બંનેને લાગ્યું હશે કે, આપણને સાથે રહેવા નહીં દે. આ સાથે જીવવા-મરવાનાં કોલ આપ્યા હોવાથી સાથે ગળો ફાસો ખાઈ મોતને વાહલું કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

ગાંગડનો યુવક પરણીત હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસ દ્વારા બંનેનાં સગાઓને જાણ કરીને બોલાવી બંનેની લાશોનું પોસ્ટમોર્ટમ કરાવીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આત્મહત્યા કરનાર મૃતક સંજયભાઈ સાગરભાઈ સોલંકી (ઉ.વર્ષ.20)અને શીતલબેન રમેશભાઈ પગી (ઉ. વર્ષ.21)એવું જાણવા મળ્યું હતું. જોકે, પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પરિવારજનો સહિતના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *