આમ તો આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સૂચન છે કે તમે અત્યારે ઘરમાં રહો તો મોટામાં મોટી દેશસેવા અને માનવતાનું કાર્ય છે.પરંતુ જ્યારે સ્વયં અનુભવ થયો ત્યારે એમ થયું કે શું બધા જ ઘરમાં રહીશું તો જે દેશનું કાર્ય કરે છે તેઓનું શું થશે?
બપોરના 12:00 સોસાયટીના નાકા પર સફાઇ કર્મચારીને પૂછ્યું કે તમે પાણી પીશો તો લાવી આપીએ અને તેમની આંખમાંથી આંસુ નીકળી ગયા અને કહ્યું કે ભાઈ આજના દિવસમાં કોઈએ પહેલીવાર પાણીનું પૂછ્યું છે તો ઘરે જઈને પાણી સાથે શરબત લેતો આવ્યો અને આત્મા જાગ્યો કે દુકાનો ખુલ્લી હોય ત્યારે દેશના સાચા સેવકને પાણી મળી રહે. અત્યારે આ લોકોને પાણી પણ નહીં મળે તેથી અમારા શ્રી દશનામ ગોસ્વામી સમાજ આશ્રમના પુજારી શ્રી રસિકપૂરીને આ વાતની જાણકારી કરીને અમો લાગી પડ્યા.રસ્તા પર કાર્ય કરતા સમાજના લોકોને શરબત પાણી માટે. હું ગર્વ સાથે કહું છું અમારી કરતાં પણ ઘણાં વધુ વ્યક્તિઓએ આવી સેવા ચાલુ કરી છે.
કોઈ ચા-પાણી તથા ખીચડી, પુરી, શાક વગેરે લઈ લોકોની મદદ કરે છે. આવી જ રીતે અમારી શ્રીજી રેસીડેન્સી સોસાયટીના પ્રમુખને મેં વાત કરી કે આપણે આવું કંઈક કરીએ જેથી લોકોની મદદ થઈ શકે.
તો યુવક મંડળની હાંકલ અને પ્રમુખના સહયોગથી બધા પોતપોતાના ઘરેથી કાચું સીધું, ચોખા તથા દાળ, શાકભાજી આપી ગયા અને અમો છેલ્લા ત્રણ દિવસથી ખીચડી આશરે ૯૪૦ માણસની બનાવીએ છીએ અને મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટને આપીએ છીએ. તેઓ જરૂરિયાત મંદ નિરાધાર લોકો સુધી પહોંચાડે છે. જેનો ખુબ જ આનંદ છે.
આ વિચારતા અમને હરખના આંસુ આંખમાં આવી જાય છે. સોસાયટીમાં વધેલી રોટલી ભેગી કરી નદીકાંઠે પ્રાણીઓને ખવડાવવા માટે જઈએ છીએ. ખબર નથી આ સાચું છે કે ખોટું પણ આત્મા ને ગમે છે એટલે કરીએ છીએ.સૌને મારી સલાહ છે કે ઘરમાં રહેશો જી અને આ મહામારીને સામે લડવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સાથ સહકાર આપશો જી.
લીખીતન શ્રી મનોજગિરી હરદેવગિરી ગોસ્વામી, જયંતીભાઈ પટેલ, અમરોલી, સુરત.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/