સૌ કોઈ જાણે જ છે કે, ધુમ્રપાન(Smoking) કરવાથી ખુબ જ નુકશાન થાય છે. આ એક એવી જ ઘટના છે. મળતી માહિતી અનુસાર, અહી ધુમ્રપાનને કારણે એક મહિલા તેની આંગળીઓ ગુમાવી છે. તે 13 વર્ષની ઉંમરથી સિગારેટ પીતી હતી. જોકે હવે તેણે ધૂમ્રપાન છોડી દીધું છે. પણ આંગળીઓનું સડવાનું બંધ ન થયું. ખાસ વાત એ છે કે તેનો કોઈ ઈલાજ નથી. શરૂઆતમાં, આ સ્ત્રીની આંગળીઓનો રંગ જાંબલીથી કાળો થઈ ગયો. પછી આંગળીઓ ઓગળવા લાગી છે.
આ મહિલાનું નામ મેલિન્ડા જેન્સેન વાન વ્યુરેન છે. જે 48 વર્ષની છે. તે દક્ષિણ આફ્રિકાની રહેવાસી છે. મહિલાએ કહ્યું કે ઓક્ટોબર 2021થી તેના હાથમાં ફેરફાર આવવા લાગ્યા. પહેલા તેના હાથને તાપમાનમાં થતા ફેરફારને સહન કરવામાં મુશ્કેલી થવા લાગી અને તે નરમ થવા લાગ્યો. ત્યારબાદ જ્યારે મહિલાની આંગળીઓ કાળી થઈ ગઈ, તો ડૉક્ટરે તેની તપાસ કરી અને જાણવા મળ્યું કે તેની આંગળીઓમાં આ ફેરફાર ધૂમ્રપાનને કારણે થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ રોગ ખૂબ જ દુર્લભ છે. જેમાં નાની અને મધ્યમ રક્તવાહિનીઓ લોહીના ગંઠાવાનું શરૂ કરે છે અને તે ફૂલી જાય છે.
13 વર્ષની ઉંમરથી સિગારેટ પીતી હતી:
જ્યારે મેલિન્ડાને ખબર પડી કે આ બધું સ્મોકિંગને કારણે થઈ રહ્યું છે ત્યારે તેણે સિગારેટ પીવાનું છોડી દીધું હતું. તેણે જણાવ્યું કે, તે 13 વર્ષની ઉંમરથી ધૂમ્રપાન કરતી હતી. તે દિવસમાં 15 સિગારેટ પીતી હતી. આ રોગ થયા બાદ તેણે ધુમ્રપાન છોડી દીધું હતું. આમ છતાં પણ તેની આંગળીઓ સડી રહી છે. તેણે તેના જમણા હાથની ત્રણ આંગળીઓનો ઉપરનો ભાગ અને ડાબા હાથની એક આંગળી ગુમાવી દીધી છે.
મેલિન્ડા નાનું કામ પણ કરી શકતી નથી:
મેલિન્ડા જણાવે છે કે, હું મારા હાથનો ઉપયોગ કરી શકતી નથી. હું રસોઈ કરવામાં અસમર્થ છું. મારા વાળ સાફ કરવા, વાળ ઓળવા, નહાવા, આમાંથી કોઈ કામ હું કરી શકતી નથી. મને પીડામાંથી રાહત મળી રહી નથી. હું પર્સનલ આસિસ્ટન્ટ અને ક્વોલિફાઇડ નેઇલ ટેકનિશિયન છું. હું મારા હાથના કામ માટે જાણીતી હતી, પરંતુ હવે હું તે કરી શકતી નથી. ગયા ઓક્ટોબરથી હું લખી પણ નથી શકતી.
ડૉક્ટરોએ કહ્યું કે તેઓ મહિલાની રાહત માટે કંઈ કરી શકે તેમ નથી. તેથી એક પછી એક આંગળીઓ પડે તેની રાહ જોવી પડશે. મેલિન્ડાએ આગળ કહ્યું- જ્યાં સુધી હું જાણું છું તેનો કોઈ ઈલાજ નથી. ડોક્ટરોએ આંગળીઓ જાતે જ પડી જવાની પદ્ધતિ અપનાવી છે. મેલિન્ડાએ કહ્યું કે આ મારા જીવનનો સૌથી પડકારજનક તબક્કો છે. મેં અહીં સુધી પહોંચવા માટે ખૂબ હિંમતથી કામ કર્યું છે. મેલિન્ડા હવે લોકોને સિગારેટ ન પીવાની સલાહ આપી રહી છે. જેથી બીજા કોઈ સાથે આવું ન થાય. તેણે કહ્યું કે સિગારેટ છોડવામાં પણ તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.