ધારા 370 પર મોદી સરકાર વિરુદ્ધ નિવૃત્ત આર્મી ઓફિસરોએ મોરચો ખોલ્યો

નિવૃત આર્મી ઓફિસર અને સરકારી નોકરી કરતા અધિકારીઓના એક સમૂહે સુપ્રીમ કોર્ટમાં સરકારના આ નિર્ણય વિરુદ્ધ એક અરજી દાખલ કરી છે. આ અરજી માં તેઓ…

નિવૃત આર્મી ઓફિસર અને સરકારી નોકરી કરતા અધિકારીઓના એક સમૂહે સુપ્રીમ કોર્ટમાં સરકારના આ નિર્ણય વિરુદ્ધ એક અરજી દાખલ કરી છે. આ અરજી માં તેઓ રાષ્ટ્રપતિના આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને પડકારી રહ્યા છે. સરકારે આર્ટીકલ 370 ને નાબુદ કરવાનો નિર્ણય 5 ઓગસ્ટના રોજ લીધો હતો. આ એક ઐતિહાસિક નિર્ણય લીધા ના એક દિવસ પહેલા ઇન્ટરનેટ, ટેલિફોન અને ટીવી જેવી સેવાઓ કાશ્મીરમાં બંધ કરી દેવામાં આવી હતી.

અરજી કરવામાં એક વ્યક્તિ રાધા કુમાર પણ સામેલ છે. રાધા કુમાર 2010-11 માં જમ્મુ-કાશ્મીરના ગૃહ મંત્રાલયમાં અધિકારી તરીકેની ફરજ બજાવેલી હતી. આ ઉપરાંત અરજી કરનારાઓમાં ના પૂર્વ આઇએએસ અધિકારી હિન્દલ હૈદર તૈયબજી, નિવૃત એર માર્શલ કપિલ કાક સામેલ છે. અરજીકર્તા માં નિવૃત્ત મેજર જનરલ અશોકકુમાર મહેતા, કેરળના પૂર્વ આઈએએસ અધિકારી ગોપાલ પિલ્લાઈ પણ સામેલ છે. પિલ્લાઈ 2011માં કેન્દ્રીય ગૃહ સચિવ પદેથી નિવૃત્ત થયા હતા.

જણાવી દઈએ કે સરકારના આર્ટીકલ 370 નાબુદ કરવાના નિર્ણયને પડકારતી આ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ 7મી અરજી છે. આ ઉપરાંત 6 અરજીઓ આ જ વિષય પર પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સાતમી અરજી ત્યારે દાખલ કરવામાં આવી કે જ્યારે કશ્મીરમાં ધીમે ધીમે શાંતિનો માહોલ છવાઈ રહ્યો હતો. કાશ્મીર ઘાટીમાં શનિવારે લોકોને ઘરની બહાર નીકળવા પર છૂટ આપવામાં આવી અને લેનલાઈન પણ શરૂ થઈ.

અધિકારીએ જણાવ્યું કે કાશ્મીરના 35 પોલીસ સ્ટેશનના ક્ષેત્રોમાં લોકોને ઘર બહાર નીકળવા પર છૂટછાટ આપવામાં આવી છે. ઘાટીમાં 96 ટેલિફોન લાઇન માંથી ૧૭ લાઇન શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઘાટીમાં ૫૦ હજાર જેટલા લેન્ડલાઈન ફોન શરૂ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *