પ્રધાનમંત્રી મોદી ના Man Vs Wild એપિસોડે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ડિસ્કવરી ચેનલ પર 12 ઓગસ્ટે રાત્રે 9:00 વાગ્યે પ્રસારિત થયેલ મેન વર્સીસ વાઇલ્ડ ના એપિસોડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ તોડવામાં આવ્યો છે. આ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર…

ડિસ્કવરી ચેનલ પર 12 ઓગસ્ટે રાત્રે 9:00 વાગ્યે પ્રસારિત થયેલ મેન વર્સીસ વાઇલ્ડ ના એપિસોડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ તોડવામાં આવ્યો છે. આ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સ સાથે દેખાયા હતા. એપિસોડના પ્રસારણ બાદ સોશિયલ મીડિયા પર સતત તેના વખાણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર મેન વર્સીસ વાઇલ્ડ ના એપિસોડ ને 360 કરોડ કરતા પણ વધુ ઇમ્પ્રેશન મળી છે. આ સાથે જ આ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડ કરવાવાળો શો બની ગયો છે. પ્રધાનમંત્રી મોદી ના આ એપિસોડ દ્વારા ટીવીના ફેમસ શો સુપર બાઉલને પણ પાછળ છોડી દેવામાં આવ્યો છે. સુપર બાઉલને ટ્વીટર પર 340 કરોડ ઈમ્પ્રેશન મળી હતી.

આખા વિશ્વ માં ટોપ પર ચાલી રહ્યો છે શો :-

હજી પણ શો ની ઇમ્પ્રેશનમાં સતત વધારો થઈ રહ્યો છે. ખબરો અનુસાર આ શો ની ઈમ્પ્રેશન ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં ટોપ પર છે. શો ના હોસ્ટેલ બેયર ગ્રિલસે આ વાત પર ખુશી જાહેર કરી હતી. કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયેલે પણ ટ્વીટ કરીને આ વાતનો આનંદ જાહેર કર્યો. મેન વર્સીસ વાઇલ્ડ શોનું પ્રસારણ વિશ્વના 180 દેશમાં થાય છે. શો નુ શૂટિંગ ઉત્તરાખંડના જીમ કોર્બેટ માં થયું હતું. એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અલગ રૂપ જોવા મળ્યું હતું.

પ્રધાનમંત્રીએ બાળપણની વાતો કરી

એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કુદરતની વિષમ પરિસ્થિતિઓનો પણ શાંતિ અને બહાદુરીથી સામનો કરી રહ્યા છે. શો દરમિયાન પ્રધાનમંત્રી એ પોતાના બાળપણની વાતો પણ કરી. મેન વર્સીસ વાઇલ્ડ ના હોસ્ટ બેયરે પણ પ્રધાનમંત્રી ના વખાણ કર્યા. તેમણે કહ્યું કે શૂટિંગ દરમિયાન પ્રધાનમંત્રી આખી યાત્રામાં ખૂબ શાંત હતા. બેયારના મતે તેમની વિનમ્રતા અચરજ પમાડે તેવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *