સુરત (Surat) માં રવિવારે કંથેરીયા હનુમાનજી મંદિર પાસે કાર ચલાવી રહેલા નિવૃત ડીવાયએસપી કે.એન.પટેલ પોતાની કારનું બેલેન્સ ગુમાવતા રસ્તા પર ચાલી રહેલા નિવૃત કર્મચારી ને અડફેટે લેતા કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ડીવાયએસપી નું કહેવું હતું કે કાર બમ્પરમાં ટકરાઈ હતી એટલા માટે મારા કારની બ્રેક ફેઈલ થઇ ગઈ હતી.
તેના લીધે મારું બેલેન્સ ખોરવાયું હતું અને આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે સર્જાયો હતો. અકસ્માત થયા બાદ સ્થાનિક લોકોએ નિવૃત ડીવાયએસપી અને કારમાંથી બહાર કાઢીને માર માર્યો હતો.જ્યાં સુધી સિંગણપુર પોલીસ ત્યાં પહોંચી ત્યાં સુધી ત્યાંના સ્થાનિક લોકોએ મારવા નું ચાલુ રાખ્યું હતું ત્યારબાદ તેના લોકો ભાગી ગયા હતા.
View this post on Instagram
પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે રવિવારે બપોરે સિંગણપોર માં કંથેરીયા હનુમાનજી મંદિર પાસે દર્શન કરવા જઈ રહેલા નિવૃત ડીવાયએસપી એ ભાગ્યલક્ષ્મી સોસાયટી મહારાજા ટી સેન્ટર પાસે પોતાની કાર નું બેલેન્સ ગુમાવતા પગપાળા જઈ રહેલા નાથુ બોરીયા ને કાર્ડની હડફેટે લેતા ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.મૃત્યુ પામનાર નાથુ બોરીયા નિવૃત્ત સફાઈકર્મી છે. તેઓ થોડા સમય પહેલાં નિવૃત્ત થયા હતા.
સ્થાનિક લોકોએ લગાવ્યો આરોપ
જ્યા અકસ્માત સર્જાયો હતો તે લક્ષ્મી સોસાયટી ના લોકોએ આરોપ લગાવ્યો છે કે પોલીસે ઘટનાસ્થળેથી નિવૃત્ત અધિકારીને પકડ્યો હોવા છતાં પણ FIR માં તેનું નામ દાખલ કરવામાં આવ્યું નથી. ત્યાંના સ્થાનિક લોકોએ એવું પણ કહ્યું છે કે પોલીસ આરોપીને બચાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આરોપો પર પોલીસનું કહેવું છે કે અમે જલ્દીથી આરોપીને સજા આપીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.