નવસારી(ગુજરાત): વાંસદા તાલુકામાં વાંદરવેલા ગામ આવેલું છે. આ ગામમાં એક નિવૃત શિક્ષિકાનો પક્ષીઓ પ્રત્યે અનહદ પ્રેમ જોવા મળ્યો હતો. વાંદરવેલા ગામે રહેતા શિક્ષિકા સરલાબેને પીટીસીનો અભ્યાસ્ક્રમ પૂર્ણ કરીને પ્રાથમિક શાળામાં ફરજ બજાવી હતી. શિક્ષિકા તરીકે સર્વશ્રેષ્ઠ કામગીરી કરી તાલુકા કક્ષાએ નામના મેળવી હતી. ત્યારબાદ 2012માં નિવૃત્ત થયા હતા, એ પછી નિવૃત્ત જીવન વ્યતિત કરતા ખેડૂત વર્ગમાંથી આવતા હોવાથી નાનું મોટું કાર્ય કરતા રહે છે. તેમનું પ્રકૃતિની વચ્ચે ખેતરમાં જ ઘર હોવાથી આજુબાજુ રાષ્ટ્રીય પક્ષી મોર, ચકલી, કાગડો, કાબર જેવા અનેક પક્ષીઓ રહે છે.
ચોમાસા પછી જ્યારે ડાંગરનો પાક પૂરો થઇ જાય ત્યારે પક્ષીઓને ખોરાક મેળવવો ખુબ જ મુશ્કેલ થઇ જતી હોય છે, જે જોઈ સરલાબેનને એક વિચાર આવ્યો હતો. ઘરે રહેલુ અનાજ અને બહારથી બીજુ અનાજ લાવીને ઘરના પાછળની ખુલ્લી જગ્યામાં નાંખવાનું શરુ કર્યું હતું. થોડા જ સમયમાં આજુબાજુના પક્ષીઓ અને મોર ખાવા માટે આવવા લાગ્યાં અને પાણી અને ખોરાક મળતા અનેક પક્ષીઓ અહી આવી ઝાડ પર બેસતા હતા.
ધીમે ધીમે મોરની સંખ્યા વધતી ગઈ અને મોર સાથેની સરલાબેનની આત્મીયતા પણ બંધાઈ ગઈ હતી. ત્યારપછી તો દરરોજ સવારમાં બધું કામ પડતું મૂકીને મોર માટે અનાજ અને રોટલી હોય તેના ટુકડા કરીને પહેલા પક્ષીઓને નાંખે છે. મોર ખાઈ જાય પછી પોતાનું કામ કરે છે. મોર પણ તેમની સાથે એવી રીતે જોડાઈ ગયા કે આજદિન સુધી સવારે મોર આવ્યાં ન હોય એવું બન્યું નથી. મોરની સંખ્યા વધતી ગઈ તેમ અનાજ પણ વધારે જોઈએ પરંતુ તેમણે કોઈ દિવસ અનાજ પૂરું થવા દીધુ નથી.
જો અનાજ પૂરું થવા આવ્યું હોય તો ખુબજ વ્યાકુળ થઈને કહે અનાજ પૂરું થઈ ગયું છે. મોર ભૂખ્યાં જ જતા રહેશે તો તરત જ તેમના નાના પુત્ર કેતન જે પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને પુત્રવધુ જેસિકા અને મિત્તલભાઈ જે તાલુકા સદસ્યને જણાવી દેતા હતા. જેથી તેઓ બધાં કામ પડતાં મૂકીને પહેલાં તેઓ અનાજની વ્યવસ્થા કરી આપતા હતા.
તેમની આ સેવાકીય પ્રવૃત્તિ જોઈને ગામની સસ્તા અનાજની દુકાનમાં જે અનાજ નીચે પડ્યું હોય તે પણ ભેગું કરીને ત્યાંના લોકો તેમને અનાજ આપી જાય છે. તે આ સેવાના પાઠ તેમના બાળકો અને બાળકોના પુત્રોને પણ શીખવવાની સાથે અનાજ નંખાવે, પાણીના કુંડા ભરાવે છે અને તેમને સેવાકીય પ્રવૃત્તિની સમજ આપે છે.
સરલાબેન જણાવે છે કે, હું આ સેવાકીય પ્રવૃત્તિ 2013થી અવિરત કરતી આવી છું. જે આજદિન સુધી શરુ છે. એકપણ દિવસ મોર ભૂખ્યાં ગયા નથી. જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ પ્રવૃત્તિ હું શરુ રાખીશ. પક્ષીઓ સાથેનો મારો નાતો પરિવારના સભ્યો જેવો થઇ ગયો છે. જેથી તેમને હું ભૂખ્યા નહીં રાખી શકું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.