વાયરલ(Viral): આપણે સૌ જાણીએ છીએ કે, જાનવરો અને તેમની લડાઈના તમામ વિડીયો(Viral video) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યા છે. ઘણી વખત પ્રાણીઓની લડાઈના વિડીયો એવા હોય છે કે જેને જોઈને આપણે સૌ હેરાન થઇ જઈએ છીએ. અને કેટલીકવાર પ્રાણીઓ એવી હરકતો કરે છે કે આપણે આપણી આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. તમે આવા વિડીયો પણ જોયા હશે જેમાં પ્રવાસીઓ જંગલમાં ફરતા હોય છે અને અચાનક જ કોઈ પ્રાણી તેમની પાછળ પડી જાય. ત્યારે આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ગેંડો પ્રવાસીઓની પાછળ પડી જાય છે અને તેનો પીછો જ નથી છોડતો.
View this post on Instagram
આ વિડીયો આસામના બક્સામાં આવેલા માનસ નેશનલ પાર્કનો છે અને તેને ત્યાંના વન અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક શિંગડાવાળો ગેંડો તેજ ગતિએ દોડી રહ્યો છે અને પ્રવાસી વાહનનો પીછો કરી રહ્યો છે. ગેંડો લગભગ 3 કિમી સુધી કારની પાછળ જ દોડતો રહ્યો. જેમ કાર આગળ વધે તેમ ગેંડો તેનો પીછો કરતો રહે છે. આ પરથી જોતા તો એવું લાગી રહ્યું છે કે, ગેંડો ગુસ્સામાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેટ પર ઘણા આ રીતે પ્રાણીઓના વિડીયો વાયરલ થતા રહેતા હોય છે અને તેમાં ઘણા વિડીયો ખતરનાક પણ હોય છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વિડીયો જોઈ શકાય છે. કેટલાક વિડીયો જોયા પછી લોકોના રુવાડા બેઠા થઇ જાય છે. ત્યારે આવો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઇને બે સેકન્ડ માટે તો તમારો શ્વાસ પણ થંભી જશે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા માનસ નેશનલ પાર્કના ફોરેસ્ટ રેન્જ ઓફિસર બાબુલ બ્રહ્મા કહે છે, “આ 29 ડિસેમ્બરે થયું હતું. કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી નથી.” હાલમાં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વિડીયોને જોઇને મજા લઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.