31 ડિસેમ્બરની પૂર્વ રાત્રિએ ગુજરાતની આ બોર્ડર પરથી ઝડપાયા અઢળક પીધેલા, પોલીસ સ્ટેશનના લોકઅપ થયા હાઉસફૂલ

31 ડીસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે. થર્ટી ફસ્ટ (31st…

31 ડીસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે. થર્ટી ફસ્ટ (31st party) નજીક આવી રહી છે. વલસાડ જિલ્લા પોલીસે 31 ડિસેમ્બરની પૂર્વ રાત્રિએ સપાટો બોલાવ્યો હતો. નજીક આવેલા દમણ સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ પીને આવતા પીધેલાઓ માટે વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ બની હતી.

31st ની પૂર્વ રાત્રિએ વલસાડ જિલ્લા પોલીસે 956 પીધેલાઓ પર કાર્યવાહી કરી છે. વલસાડ જિલ્લાની 32 જેટલી નાની મોટી ચેક પોસ્ટ તથા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે 31st ની પૂર્વ રાત્રિએ જ દારૂ પીને ગુજરાતમાં આવતા લોકોને વલસાડ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.

વલસાડ પોલીસે 32 જેટલી નાની મોટી ચેક પોસ્ટ તથા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. અને તે ચેકિંગ દરમ્યાન વલસાડ રૂલરમાં થી 50, વલસાડ સીટીમાં 60 જેટલા લોકો, વલસાડ ડુંગરી પરથી 90, પારડી માંથી 167, 80 જેટલા લોકો ભિલાડથી, ઉમરગામ પરથી 46, 15 ઉમરગામ મરીનથી, ઉમરગામ મરીન પરથી 15 જેટલા, 28 ધરમપુરથી. કપરાડાથી 9 જેટલા લોકો, 180 જેટલા લોકો વાપી ટાઉનથી, નનાપોઢાથી 50 લોકો, વાપી ડુંગરા પરથી 50 લોકો અને વાપી GIDCથી 91 લોકોને પકડવામાં આવ્યા છે.

પોલીસે 31st પહેલા જ 956 જેટલા લોકોને પકડ્યા છે. પોલીસની ત્યારી જોઇને દારૂના શોખીનોમાં ફફડાટી છવાય ગઈ છે. નવા વર્ષની ઉજણવી પહેલા જ 956 જેટલા લોકો પકડાયા છે, હજીતો નવા વર્ષની ઉજવણી બાકી છે. તો 31 ડિસેમ્બરની રાતે કેટલા પકડાય.

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ માટેની જ છે. ગુજરાતમાં વારમ વાર દારૂની રેમલછેલ જોવા મળે છે. ત્યારે 31 ફર્સ્ટને લઈને ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારુ ન ઘૂસે એ માટે વલસાડ પોલીસ દ્વારા પ્લાન ત્યાર કરવામાં આવ્યો છે. પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.

પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકીંગ થઇ રહ્યું છે. 31 ડિસેમ્બને યાદગાર બનાવવા ડીજેના તાલે ઝૂમી તેમજ દારૂની રેમલછેલ કરતા લોકોને પકડવા માટે પોલીસ ત્યારીમાં છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે પણ બૂટલેગરો નવી નવી તરકીબો લગાવી રહ્યા છે. પણ પોલીસની ત્યારી જોતા લાગી રહ્યું છે કે, આ વખતે બૂટલેગરો નિષ્ફળ થશે.

પોલીસે નશામાં ઝડપાતા આરોપીઓને રાખવા માટે મંડપ બધાવ્યો છે.થર્ટી ફર્સ્ટ અને પહેલી નવા વર્ષ સુધી વલસાડ જિલ્લામાં પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ ચાલશે. આ સાથે જ જિલ્લાના તમામ અંતરિયાળ અને મુખ્ય માર્ગો પર પણ પોલીસ દ્વારા સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ફાર્મ હાઉસો અને મુખ્ય રસ્તાઓ પર પોલીસનું સધન ચેકીંગ અને પેટ્રોલીંગ ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *