હાલમાં એક સ્કૂટર પર સવાર દંપતીને રિક્ષાચાલકે ઠોકર મારી હતી, જેથી દંપતી રોડ પર પટકાયા હતા. અને પાછળ આવતા ટ્રક્ટરની ટ્રોલીનું તોતિંગ વ્હીલ ફરી વળતાં પત્નીનું મોઢું છૂંદાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ આ અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ ઉપરાંત સમગ્ર મામલે પોલીસ દ્વારા ઇપીકોની કલમ 79, 337 તથા મોટર વેહિકલ એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ એક ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 3 માર્ચના રોજ સવારના સાડાસાત વાગ્યે હું અને મારી પત્ની નેહા પ્લેઝર પર બેસી મારા કાકાના દીકરા સચિનભાઈની દીકરી નેન્સીની અંતિમક્રિયામાં જવા માટે નીકળ્યાં હતાં.
ત્યારે સવારના સાડાઆઠ વાગ્યે એક દુકાન પાસે પહોંચતાં એક ઓટોરિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારતાં અમે બંને પતિ-પત્ની રોડ પર પડી ગયાં હતાં. ત્યારે પાછળથી એક ટ્રેક્ટર ટ્રોલીનું વ્હીલ મારી પત્નીના મોઢા પર ફરી વળ્યું હતું. મારી પત્નીના મોઢાની ડાબી બાજુની આંખ, કપાળ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
મારી પત્નીને લોહી નીકળતું હતું તેથી તેમને તાત્કાલિક રિક્ષામાં બેસાડી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. અહીં પ્રાથમિક સારવાર કરાવી 108 મારફત વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ, તેમની તબિયત ગંભીર બનતાં મોઢાની સર્જરી કરાવવા માટે અમદાવાદ લઇ જવામાં આવી છે. આ અકસ્માત રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં કનૈયા ચોક પાસે સર્જાયો હતો.
આ ઉપરાંત થોડા દિવસ પહેલાં રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આર.કે. યુનિવર્સિટીના ગેટ સામે વાહનની રાહ જોઈને બેઠેલા ગઢકાના પરિવાર પર માતેલા સાંઢની જેમ આવતી યુટિલિટી ફરી વળી હતી. આ ઘટનામાં પરિવારની 14 વર્ષની દીકરી કોમલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકનાં માતા-પિતા, ભાઈ અને યુટિલિટીમાં બેઠેલા 3 લોકોને ઇજા થઇ હતી. આથી તમામને સિવિલ હોસ્પિટલે ખસેડાયાં હતાં. આ હૃદયદ્રાવક ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ચેક કરતાં યુટિલિટીમાંથી દારૂની દોઢ બોટલ મળી આવતાં મધ્યપ્રદેશના શખસ સામે અલગથી ગુનો નોંધ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle