Rishabh Pant accident: કાર અકસ્માતમાં ઘાયલ ભારતીય સ્ટાર ક્રિકેટર રિષભ પંત(Rishabh Pant)ની હાલ મુંબઈ(Mumbai)ની કોકિલાબેન હોસ્પિટલ(Kokilaben Hospital)માં સારવાર ચાલી રહી છે. ત્યાંથી પંત વિશે એક મોટું અપડેટ આવી રહ્યું છે. રિષભ પંતની સર્જરી થઈ છે. આ ઓપરેશન બાદ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંતના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સર્જરી જમણા પગના ઘૂંટણ પરના લિગામેન્ટ પર કરવામાં આવી હતી. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ રિષભ પંતની આ સર્જરી શુક્રવારે એટલે ગઈકાલે થઈ હતી. આ સર્જરી ડો.દિનશા પદરીવાલાએ કર્યું હતું. આ સર્જરી બાદ હવે રિષભ પંતને લગભગ 3 થી 4 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.
ત્રણ કલાક સુધી ચાલ્યું હતું રિષભ પંતનું ઓપરેશન:
રિષભ પંતનું આ ઓપરેશન લગભગ 3 કલાક ચાલ્યું હતું. રિષભ પંત સારવાર બાદ સારું અનુભવી રહ્યો છે અને તેનું સ્વાસ્થ્ય પણ સારું છે. અમે તમને જણાવી દઈએ કે, કાર અકસ્માત બાદ રિષભ પંતને માથા, પીઠ, પગ, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ગંભીર ઈજાઓ થઈ છે. અગાઉ તેની સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પંતને એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
રૂરકી પાસે થયું હતું પંતની કારનું અકસ્માત:
રિષભ પંત પોતાની કારમાં દિલ્હીથી પોતાના હોમ ટાઉન રૂરકી જઈ રહ્યો હતો. દરમિયાન, 30 ડિસેમ્બરની વહેલી સવારે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના રૂરકી નજીક ગુરુકુલ નરસન વિસ્તારમાં થઈ હતી. રિષભ પંત કારમાં એકલો હતો અને પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો. પંતે કહ્યું કે તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો. આ પછી કારમાં ભીષણ આગ લાગી હતી.
આ અકસ્માત બાદ રિષભ પંતને તાત્કાલિક જ રૂરકીની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. અહીં પણ પંતના ચહેરા અને અન્ય કેટલીક જગ્યાએ નાની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ આ પછી, BCCIએ એક મોટો નિર્ણય લીધો અને રિષભ પંતને એરલિફ્ટ કરીને ગ્રીન કોરિડોર દ્વારા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.