રુતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) સોમવારે કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ (Vijay Hazare Trophy Quarter Final)માં તેણે યુપી (UP) સામે 159 બોલમાં 220 રન બનાવ્યા હતા. જેમાં 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. તેણે એક જ ઓવરમાં 7 છગ્ગા સહિત 43 રન બનાવ્યા હતા. આ કારણે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 5 વિકેટે 330 રનનો સારો સ્કોર બનાવ્યો છે. ટૂર્નામેન્ટની છેલ્લી 8 ઇનિંગ્સમાં ઋતુરાજની આ છઠ્ઠી સદી છે. આ પરથી Ruturaj Gaikwad ના શ્રેષ્ઠ ફોર્મનો અંદાજ લગાવી શકાય છે. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મહત્વનો ભાગ રહ્યો છે. 25 વર્ષીય ઋતુરાજની લિસ્ટ-એ કરિયરની આ 13મી સદી છે.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
લેફ્ટ આર્મ સ્પિનર શિવા સિંહ ઇનિંગની 49મી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે 5મો બોલ નો બોલ નાખ્યો. આના પર પણ ઋતુરાજે સિક્સર ફટકારી હતી. આ રીતે તેણે ઓવરમાં 7 સિક્સર અને નો બોલ સહિત કુલ 43 રન બનાવ્યા. તે લિસ્ટ-એ ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. મેચની શરૂઆતમાં યુપીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
મહારાષ્ટ્રની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 41 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલ ત્રિપાઠી 9 અને સત્યજીત 11 રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ કેપ્ટન અને ઓપનર ઋતુરાજ ગાયકવાડ એક બાજુએ ઉભા રહ્યા. તેણે અંકિત બાવને સાથે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. અંકિત 54 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો.
109 બોલમાં સદી પૂરી કરી:
Ruturaj Gaikwad એ 109 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. અને 138 બોલમાં 150 રન પૂરા કર્યા. એટલે કે તેના પછીના 50 રન માત્ર 29 બોલમાં આવ્યા. તે 159 બોલમાં 220 રન બનાવ્યા હતા. તેણે અજી કાઝી સાથે ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. અઝીમ 42 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. કાર્તિક ત્યાગી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 66 રનમાં 3 વિકેટ લીધી હતી.
Ruturaj Gaikwad એ ભારત માટે એક ODI અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ મેચ પહેલા તેણે 69 લિસ્ટ-એ મેચોમાં 55ની એવરેજથી 3538 રન બનાવ્યા હતા. જેમાં 12 સદી અને 16 અડધી સદી ફટકારી હતી. તેણે 187 રનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. તેણે ઓવરઓલ T20માં 3 સદી પણ ફટકારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.