Gujarat Heavy Rain News: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ તરફ જૂનાગઢ, તાપી, સુરેન્દ્રનગર, ડાંગ, પંચમહાલ, પાલનપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જોકે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી(Gujarat Heavy Rain News) ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે અનેક ધોધ જીવંત બન્યા છે. આ તરફ ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
22 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ
હવામાનની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. તે દરમિયાન જૂનાગઢ શહેરમાં સૌથી વધુ 10.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે સુરતના મહુવામાં પડ્યો 7.5 ઈંચ, તાપીના વાલોડ અને વ્યારામાં સાત ઈંચ, તાપીના ડોલવણમાં 6.5 ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં 6 ઈંચ, સુત્રાપાડા અને મેંદરડામાં 6 ઈંચ, ભેસાણ અને ચોટીલામાં પડ્યો 10.5 ઈંચ વરસાદ પડી ચુક્યો છે.
રાજ્યમાં સર્વત્ર મેઘમહેર
આ તરફ ગુજરાતના 9 તાલુકામાં 6 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. આ સાથે 17 તાલુકાઓમાં પડ્યો 5 ઈંચ કરતા વધુ વરસાદ, 26 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ, 44 તાલુકાઓમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ, 82 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો તો 135 તાલુકાઓમાં 1 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે.
જૂનાગઢ જીલ્લામાં અવિરત વરસાદ
હવામાનની આગાહી અનુસાર જૂનાગઢ જીલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેને લઈ જૂનાગઢમાં એક દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ તરફ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો નજારો સામે આવ્યો છે. ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાતા યાત્રીઓ મુશળધાર વરસાદમાં પણ યાત્રા કરવા પહોંચ્યા છે.
તાપી જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ
ભારે વરસાદને કારણે દક્ષિણ સોનગઢના જંગલનું સૌંદર્ય સોળેકલાએ ખીલી ઉઠ્યું છે. જંગલ વિસ્તારોમાં નાના-મોટા ઝરણા, ધોધ ફરી વહેતા થયા. સોનગઢનો ચીમેર ગામમાં આવેલો ચિમેર ધોધ જીવંત થયો છે. સોળેકલાએ ખીલી ઉઠતા પ્રકૃતિનું અલૌકિક રૂપ જોવા મળ્યું છે. મહત્વનું છે કે, અહીં સુરત, બરોડા, દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ ધોધ નિહાળવા આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube