લોહપુરુષની 146મી જન્મજયંતિ નિમિત્તે આવો જાણીએ ગુજરાતના એવા સ્થળો વિશે કે, જ્યાંની કણે-કણમાં વસેલા છે સરદાર

31મી ઑક્ટોબર (October) એટલે સરદાર જયંતી (Sardar Jayanti). આજના દિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આપને જણાવી દઈએ કે, વર્ષ 1875ની 31મી…

31મી ઑક્ટોબર (October) એટલે સરદાર જયંતી (Sardar Jayanti). આજના દિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આપને જણાવી દઈએ કે, વર્ષ 1875ની 31મી આૅક્ટોબરે જન્મથી 15મી ડિસેમ્બર (December) 1950 સુધીનું તેમનું જીવન દેશ જ નહીં પરંતુ દુનિયા માટે પ્રેરણાદાયક બન્યું છે.

ગુજરાતમાં ગાંધીજી સાથે સંકળાયેલ ઐતિહાસિક સ્થળોના પ્રવાસનને ‘ગાંધી સર્કિટ’ તરીકે લોકોમાં ખુબ સારી નામના મળી છે તેમજ તેને લીધે ગાંધીજી સાથે સંકળાયેલ કેટલાંક અજાણ્યાં સ્થળો પણ આજે પ્રખ્યાત બન્યાં છે. આ સરદાર જયંતીએ વાત ‘સરદાર સર્કિટ’ની. સરદાર સાહેબ સાથે સંકળાયેલ ઐતિહાસિક તેમજ સ્મારક સ્થળોની સફરની વાત કરવા જે રહ્યા છીએ.

ગુજરાતમાં આવેલ નડિયાદમાં મોસાળમાં જન્મસ્થળ, કરમસદમાં સરદાર પટેલનું વતન હોવાથી એમનું ઘર, અમદાવાદની કોર્ટ જેમાં તેઓ ફોજદારીના કેસોના વકીલ તરીકે પ્રખ્યાત થયા હતા. ગુજરાત ક્લબ અમદાવાદમાં અહીં ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઈ હતી.

સ્મારક ભવન અમદાવાદ ભદ્રના મકાનમાં 15 વર્ષ રહ્યા હતા તેમજ બારડોલીનાં સ્વરાજ આશ્રમમાંથી સત્યાગ્રહ પછી સરદાર બન્યા હતા. ગાંધી આશ્રમ અમદાવાદમાં પુત્ર ડાહ્યાભાઇનાં લગ્ન કરાવ્યાં હતા. આણંદનું રાસ ગામ કે, જ્યાં વર્ષ 1930માં સૌપ્રથમવાર ધરપકડ થઇ હતી.

સાબરમતી જેલ કે, જ્યાં તેઓ બે વખત અહીં જેલવાસમાં રહ્યા હતા તેમજ સરદાર સ્મારક અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દુનિયાની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા બનાવાઈ છે તેમજ પેટલાદ હાઇસ્કૂલ કે, જ્યાં સરદારે અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *