હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વિડીયો ખુબ જ ભયંકર છે. જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મેરઠમાંથી એક કાળજું કંપી ઉઠે તે પ્રકારની એક ઘટના સામે આવી છે. મેરઠના પરતાપુર વિસ્તારમાં નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે કારને કેટલાય કિલોમીટર સુધી ઢસડી હતી. આ ઘટનાનો એક ભયાનક વિડીયો(Viral Video) પણ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઇ રહ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. કારમાં સવાર ચારેય જણા સમયસર બહાર કૂદી પડ્યા હતા અને તેઓ બચી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે નજીવી તકરાર બાદ નશામાં ધૂત કન્ટેનર ડ્રાઈવરે કારને કેટલાય કિલોમીટર સુધી ખેંચી લીધી હતી. સદનસીબે ઘટના સમયે કારમાં કોઈ નહોતું.
डरिए आप उत्तर प्रदेश में है ?
ये सीन किसी फिल्म का नहीं है बल्कि मेरठ कि है। ट्रक चालक ने कार सवार लोगों को कई किलोमीटर तक घसीटा
बड़ी मुश्किल में जान बची है pic.twitter.com/5I1segbZjk
— Nigar Parveen (@NigarNawab) February 13, 2023
ડ્રાઈવરે કન્ટેનર રોકતાની સાથે જ લોકોએ તેને પકડી લીધો અને માર માર્યો હતો. બાદમાં માહિતી મળતા જ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. એક રીપોર્ટ અનુસાર, 22-વ્હીલર કન્ટેનર ટ્રકે કથિત રીતે કારને ટક્કર મારી અને પછી તેને લગભગ 3 કિમી સુધી ઢસડી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ટ્રક કારને ઢસડી રહ્યો છે. કારમાં સવાર ચારેય લોકોએ સમયસર છલાંગ લગાવી દીધી, જેના કારણે તેમનો જીવ બચી ગયો. કેન્ટર ચાલક વિરુદ્ધ પરતાપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સમયે કારમાં કોઈ નહોતું, જેના કારણે કોઈને ઈજા થઈ ન હતી.
डरिए आप #उत्तरप्रदेश में है ?
ये सीन किसी फिल्म का नहीं है बल्कि #मेरठ का है। ट्रक चालक ने कार सवार लोगों को कई किलोमीटर तक घसीटा ,बड़ी मुश्किल से कार में बैठ लोगों की जान बचाई गई। pic.twitter.com/JueM5OBRGV— Journalist Tannu Maurya (@JournalistTannu) February 13, 2023
પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે કારને લગભગ 3 કિમી સુધી ઢસડવામાં આવી હતી. લોકોએ ટ્રક ચાલકને રોકવા કહ્યું, પરંતુ તે આગળ વધતો રહ્યો. આટલું જ નહીં પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ પણ તે અટક્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર ખૂબ જ નશામાં હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના બાદ કારમાં સવાર અને ટ્રક ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હતી.
અહેવાલો અનુસાર, કાર ચાલકે ટ્રકને ઓવરટેક કરવા માટે ઘણી વખત હોર્ન વગાડ્યો હતો અને બાદમાં ટ્રકની આગળ કાર રોકી હતી, જેના કારણે કાર અને ટ્રક ચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી ટ્રક ચાલકે કારને કેટલાય કિલોમીટર સુધી ઢસડી હતી. પોલીસનું કહેવું છે કે કેસ નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.