1.45 crore robbery in Gandhidham: કચ્છના ગાંધીધામમાં થોડા દિવસ પહેલા દીનદહાડે 1.45 કરોડની લૂંટની ઘટના બની હતી. ગાંધીધામના 400 ક્વાર્ટર એસએફએક્સ 79માં રહેતા રેખાબેન કમલ વાસુદેવ મુલચંદાણીના ઘરે બપોરના સમયે તેઓ અને તેમના સાસુ મીનાબેન ઘરમાં એકલા હતા, ઉપરના માળે તેમના નણંદ મમતાબેન ટ્યુશન ભણાવી રહ્યા હતા. તે સમયે તેમના ઘરે ત્રણ માણસો આવ્યા હતા અને ‘હમ સીબીઆઇ પોલીસ સે હૈ ઔર રેડ ડાલને આયે હૈ’ વાત કરી રૂમને અંદરથી બંધ કરી બેડરુમમાં પલંગ પર સૂતેલા સાસુને નીચે ઉતરવાનું કહી બેડનું પ્લાય ઉચું કરી તેમના કાકા સસરા મોહનભાઇની એક ગુટખાની બેગ રાખી હતી,
જેમાં 500ના દરની નોટોના બંડલ હતા. તે બેગ ઉપાડી બહાર નીકળતા હતા તે દરમિયાન તેમના નણંદે આઇડી બતાવવા કહ્યું તો છરી બતાવી ઘર અંદર જવાનું કહી ભાગી ગયા હતા. આ ઘટના બાદ પૂર્વ કચ્છ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસે ટીમો બનાવીના હાથ ધરી હતી તપાસ
પૂર્વ કચ્છ પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી વિવિધ ટીમો તેમજ હ્યુમન સર્વેલન્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે આગળની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે સમગ્ર લૂંટકાંડમાં ફરિયાદી રેખાબેનના સાગા ભાણેજ સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કાવતરાનો ખુલાસો કર્યો છે. અંજાર-પૂર્વ કચ્છના DySP મુકેશ ચૌધરીએ સમગ્ર લૂંટકાંડ બાબતે ખુલાસો કરતા જણાવ્યું છે કે, આ કેસમાં એકબાદ એક કડીઓ ખુલ્લી હતી,
જેમાં જાણવા મળ્યું કે ફરિયાદી એવા રેખાબેનના કાકાએ પોતાને બહાર ગામ જવાનું હોવાથી પોતાના 1.20 કરોડની રોકડ રકમ રેખાબેનના ઘરે સુરક્ષિત રાખવા માટે આપી હતી. ફરિયાદી રેખાબેનને આ રૂપિયા સંદર્ભે ટેન્શન રહેતું હતું. તે વાત રેખાબેને તેમની બહેનને કરી હતી, ત્યારે તેમની બેનનો દીકરો પ્રશાંત માસીની વાત સાંભળી રહ્યો હતો.
સગા ભાણેજે બનાવ્યો લૂંટનો પ્લાન
પ્રશાંત કોઈ કામ ધંધો પણ કરતો નથી ત્યારે આ વાત સાંભળી પ્રશાંતે આ રૂપિયાની લૂંટ કરવાનો એક પ્લાન બનાવ્યો હતો. આ બાબતે પ્રશાંતે તેના મિત્ર અફઝલ ખાનને પણ વાત કરી અને તેઓએ આ લૂંટ કરવા રેખાબેનના ઘર પાસે એક્ટીવા ઉપર રેકી કરી હતી. ત્યારબાદ આરોપીઓ અફઝલ ખાન અબ્દુલ રહીમ, સલીમ અબ્દુલ નાઈ, શાહબાન લતીફ ખલીફા, પ્રશાંત રાજેશ દ્રવિડ, તબરેઝ તસબુદીન આલમે લૂંટને અંજામ આપ્યો હતો.
ખંભરા ગામની સીમમાંથી કબજે કરી રકમ
પોલીસે લૂંટ કરાયેલી રોકડ રકમ પૈકી એક કરોડ રૂપિયા રોકડા તેમજ થાર ગાડી ખંભરા ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાંથી કબજે કરી લીધી છે. આ લૂંટમાં પોલીસને વધુ એક બેગ ગુમ થયાનું જાણવા મળ્યું હતું. તેમાં અંદાજે 45 લાખ જેટલાની રોકડ રકમ હતી. જેથી લૂંટની સંખ્યા 1.45 કરોડ પહોંચી ગયી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા પોલીસને બે દિવસના રીમાન્ડ પણ મળ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube