સુરત(Surat): શહેરમાં અવાર નવાર લુંટની ઘટના(robbery)ઓ સામે આવતી રહે છે. સુરતના વરાછા(Varachha) વિસ્તારમાં લુંટની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં લુંટના બનાવો દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે.
સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે. 48 કલાકમાં સુરતમાં એક લુંટ કે હત્યાનો ગુનો દાખલ થતો હોય તેવું લાગી રહ્યું છે. હવે વધુ એક લુંટનો બનાવ બનતા સમગ્ર વિસ્તાર સહીત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
વરાછામાં ભૂરી ડોન ગેંગ ફરી એક વખત સક્રિય થઇ છે. આ ગેંગમાં શામેલ અસામાજિક તત્વોએ મસાજ પાલરની દુકાનમાં છરીની અણીએ લુંટ કરવામાં આવી છે. આ દરમિયાન મોબાઈલ અને 28000 રોકડ રૂપિયાની લુંટ ચલાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ભુરી ડોનની ગેંગ સામે અનેક ગુનાઓ દાખલ છે. જેમાં ખંડણી, મારામારી, અપહરણ, લુંટ અને દારૂની હેરાફેરી જેવા ગુનાઓ દાખલ છે.
ભૂરી ગેંગ અનેક વાર વિવાદમાં આવી ચુકી છે. ત્યારે આ પ્રકારની લુંટ ચલાવી રહેલ ગેંગ સામે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ ગુસીટોકનો ગુનો દાખલ કરો તેવી લોકો માંગ કરી રહ્યા છે. સાથે જ લોકો કહી રહ્યા છે આ ભૂરી ગેંગ પર વરાછા પોલીસ ફરિયાદ લે અને તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.