બ્રિજની પ્રોટેક્શન દીવાલ સાથે ધડાકાભેર અથડાયો ટ્રક, ઘટના સ્થળે જ મોતને ભેટ્યો ટ્રક ચાલક

બનાસકાંઠા જિલ્લાના ડીસા (Disa, Banaskantha) માં આજે વહેલી સવારે એક ટ્રકના અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. ડીસામાંથી પસાર થતો એલિવેટેડ બ્રિજની પ્રોટેક્શન દીવાલને એક ટ્રક…

બનાસકાંઠા જિલ્લાના ડીસા (Disa, Banaskantha) માં આજે વહેલી સવારે એક ટ્રકના અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. ડીસામાંથી પસાર થતો એલિવેટેડ બ્રિજની પ્રોટેક્શન દીવાલને એક ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી થઇ જતા  કેબિનના ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને  ટ્રક ચાલકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. ડીસા શહેર ઉત્તર પોલીસને અકસ્માત અંગેની જાણ થતા સ્થળ પર પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધતા જ જતા હોય છે અને કેટલાય લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આજે વહેલી સવારે ડીસા પાલનપુર હાઇવે પર આવેલ એલિવેટેડ બ્રિજની પ્રોટેક્શન દીવાલને ટ્રક ટકરાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.

જાણકારો મુજબ અમદાવાદથી એક ટ્રક માલ ભરીને રાજસ્થાન બાજુ જઈ રહ્યું હતું. તે સમયે એલિવેટેડ બ્રિજ પાસેથી પસાર થતા ટ્રક ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પ્રોટેક્શન દીવાલ સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કેબિનના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જ્યારે કેબિનમાં ફસાઈ ગયેલા ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી આ ઘટના અંગેની પોલીસને જાણ કરી હતી. ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ડીસા સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *