ભારતનો આ રંગીલો રાજા તેની 365 રાણીઓ સાથે માણતો હતો શરીર સુખ, દરરોજ કઈ પત્ની સાથે સુવું તે આ રીતે નક્કી થતું.

ઇતિહાસમાં ભારતમાં ઘણા રાજા-મહારાજાઓ થઈ ગયા છે. આ દરેક રાજા-મહારાજાઓ તેની કઈક ને કઈ શૈલીથી પ્રખ્યાત બન્યા હતા. તેવા જ એક રાજા પટિયાલા રજવાડાના મહારાજા ભૂપિંદર સિંહ હતા. જેમની રંગીન મનોભાવની વાતો સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત છે. 12 ઓક્ટોબર 1891ના રોજ જન્મેલા ભૂપિંદર સિંહ માત્ર નવ વર્ષની ઉંમરે રાજા બની ગયા હતા. જો કે જ્યારે તે 18 વર્ષના થયા ત્યારે તેણે કાર્યભાર સંભાળ્યો અને પટિયાલા પર 38 વર્ષ શાસન કર્યું હતું.

પટિયાલા રજવાડાના મહારાજા ભુપિંદર સિંહના રંગીન મનોભાવનો ઉલ્લેખ દિવાન જરમાની દાસે તેમના પુસ્તક ‘મહારાજા’માં વિગતવાર કર્યો છે. તેમના પુસ્તકમાં જણાવ્યા અનુસાર રાજાએ પટિયાલામાં ‘લીલા-ભવન’ અથવા રંગરલિયાનો મહેલ બનાવ્યો હતો, આ મહેલનો એવો નીયમ હતો કે આ મહેલમાં ફક્ત કપડા વિનાના લોકોને જ પ્રવેશ મળતો હતો. આ મહેલ બૌદરી બાગની નજીક ભૂપેન્દ્રનગર તરફ જતા રસ્તા પર પટિયાલા શહેરમાં બનાવવામાં આવ્યો છે.

આ મહેલમાં એક વિશેષ રૂમ બનાવ્યો હતો, જેને ‘પ્રેમ મંદિર’ નું નામ દેવામાં આવ્યું હતું, તે ખાસ તો મહારાજા માટે જ બૂક હતું. એટલે કે, તેની પરવાનગી વિના અન્ય કોઈ જ તે રૂમમાં પ્રવેશ મેળવી શકતું ન હતું. આ રૂમમાં રાજાના આનંદની સંપૂર્ણ વ્યવસ્થા હતી. તેના મહેલની અંદર એક મોટું તળાવ પણ હતું, જેને સ્વિમિંગ પૂલ પણ કહી શકાય, ત્યાં એક સાથે આશરે 150 જેટલા લોકોને સ્નાન કરવાની જોગવાઈ હતી. રાજા અવારનવાર અહીં પાર્ટીઓ આપતા હતા, જેમાં તે તેના મિત્રો અને તેની રાણીઓ અથવા તેમની દાસીને બોલાવતા હતા. આ સિવાય મહારાજાના કેટલાક ખાસ લોકો પણ પાર્ટીમાં જોડાતા હતા. આ લોકો તળાવમાં નહાવા અને તરીને ‘આય્યાશી’ કરતા હતા.

ઇતિહાસકારોના મતે મહારાજા ભૂપિંદર સિંહ પાસે કુલ 10 રાણીઓ સહિત કુલ 365 રાણીઓ હતી, જેના માટે પટિયાલામાં ભવ્ય મહેલો બનાવવામાં આવ્યા હતા. આ મહેલોમાં રાણીઓનું આરોગ્ય તપાસવા માટે તબીબી નિષ્ણાતોની ટીમ પણ હાજર હતી. મહારાજાને 10 પત્નીઓના 83 બાળકો હતા, જેમાંથી ફક્ત 53 જ જીવી શક્યા હતા.

એવું પણ કહેવામાં આવે છે કે, મહારાજાના મહેલમાં દરરોજ 365 ફાનસ પ્રગટાવવામાં આવતા હતા અને દરેક ફાનસ પર તેમની 365 રાણીઓનાં નામ લખાયેલાં હતાં. સવારે જે ફાનસ હોલવાઈ જતું તે રાજા તે ફાનસ પર લખેલી રાણીનું નામ વાંચતો અને પછી તેની સાથે રાત વિતાવતો.

રંગીન મિજાજ ઉપરાંત મહારાજા ભૂપિંદર સિંહ બીજી ઘણી વસ્તુઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. તેની પાસે વિશ્વ વિખ્યાત ‘પટિયાલા હાર’ હતો. જે પ્રખ્યાત ઝવેરાત કંપની કાર્ટિયરે બનાવ્યો હતો. કહેવાય છે કે તેમાં 2900 થી વધુ હીરા અને કિંમતી રત્નો જડેલા હતા. ગળાના હારમાં એ સમયના વિશ્વના સાતમા સૌથી મોટા હીરા જડેલા હતા. આ કિંમતી ગળાનો હાર 1948ની આસપાસ પટિયાલાની શાહી તિજોરીમાંથી ગાયબ થઈ ગયો, અને ઘણા વર્ષો પછી, તેના જુદા જુદા ભાગો ઘણા સ્થળોએ મળી આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *