ગુજરાતમાં અવર-નવાર રાશનની દુકાનો ચર્ચાનો વિષય બનતી આવે છે. ત્યારે આજે ફરી વધુ એક વખત રાજકોટમાં રાશનની દુકાન ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર ઘટના એમ છે કે, રાજકોટમાં જ્યારે રાશનની દુકાન આ અંગે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે એક જ દુકાનમાંથી 44થી વધારે લોકોને સડેલું અનાજ-કઠોળ પધરાવી દેવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટના બાદ પુરવઠા વિભાગમાં હલચલ મચી ગઈ છે. જ્યારે આ અંગે પુરવઠા અધિકારીએ સ્થળ તપાસ કરી ત્યારે 70થી વધુ લોકોને ખરાબ અનાજ આપી દેવામાં જાણવા મળું છે.
રાજકોટના એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા પુરવઠા વિભાગ સાથે દરોડો પાડી એક દુકાનમાંથી જીવાતવાળા અને સડેલા ચણાનું વિતરણ થઈ રહ્યું હોવાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ 24 કલાકમાં દુકાનદારનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. મધ્ય ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં એમ.એમ. પતિરા નામના પરવાનેદાર સડેલા અનાજ-કઠોળનું વિતરણ કરતા હોવાની માહિતી મળી હતી. જેને લઈને પુરવઠા અધિકારી પૂજા બાવડાને સમગ્ર કેસની જાણ કરવામાં આવી હતી.
પુરવઠા વિભાગના અધિકારી પૂજા બાવડા દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તરત જ વેપારીએ કબુલ્યું હતું કે, હા, લોકોને સડેલું અનાજ કઠોળ પધરાવી દીધું હતું. એની દુકાનનમાંથી 70 કિલોનો આવો જથ્થો મળી આવ્યો છે. આ કઠોળ એટલી હલકી કક્ષાનું હતું કે પશું પણ ન ખાય. અંદરથી જીવાત નીકળતી હતી. આ મામલો સામે આવતા જ ઝોન અધિકારીઓ કામે લાગ્યા હતા. યુદ્ધના ધોરણે આદેશ કર્યો કે, સડેલા જથ્થાનું કોઈ વિતરણ કરશે નહીં. જેટલા લોકોને દુકાનદારે સડેલું અનાજ આપ્યું છે એને બદલી દેવાશે.
રાશનની દુકાને આવતા ગ્રાહકો પાસેથી સતત માહિતી મેળવીને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ એમ. એમ. પતિરા નામના પરવાનેદાર જીવાત પડેલા સાવ સડેલા ચણાનું વિતરણ કરતો હોવાની માહિતી મળી હતી. વિગતો મેળવીને જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાને જાણ કરાઈ હતી અને તુરંત જ કિરીટસિંહ ઝાલા અને હરસુખ પરસાણિયા પહોંચી ગયા હતા અને દુકાનદારે તુરંત જ સડેલું અનાજ આપ્યાનું કબૂલી લીધું હતું. સ્થળ પરથી 1 – 1 કિલોની કોથળીમાં પેક કરેલો 70 કિલો જથ્થો મળી આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle