બુલેટ પાછળ ગાંડા થયા લોકો! દિવાળીના મહીનામાં એટલી બાઈક વેંચાઈ કે…

પેટ્રોલ મોંઘુ છે, તેથી મોટાભાગના લોકો માઈલેજ બાઈક ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ આ બધાની વચ્ચે રોયલ એનફિલ્ડ પ્રત્યે લોકોનો ક્રેઝ વધી રહ્યો છે. ભલે તે માઈલેજમાં પાછળ હોય. તહેવારોની સિઝનમાં રોયલ એનફિલ્ડના વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ઓક્ટોબર મહિનામાં તેણે કુલ 82,235 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીએ આ વર્ષે રોયલ એનફિલ્ડનું વેચાણ લગભગ બમણું થયું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં કુલ 44,133 યુનિટ્સનું વેચાણ થયું હતું.

350cc સેગમેન્ટમાં મોટો ઉછાળો
હકીકતમાં, Royal Enfield નો 350cc સેગમેન્ટ વાર્ષિક ધોરણે 100% વધ્યો છે. તે જ સમયે, એકંદર વાર્ષિક વૃદ્ધિ 86.33% હતી. જોકે, મહિના દર મહિનાના આધારે વેચાણ માત્ર 0.17% વધ્યું છે. સ્થાનિક બજારમાં વેચાણ 88.44 ટકા વધ્યું છે. સપ્ટેમ્બર-2022માં કંપનીએ કુલ 82,235 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

વેચાણના આંકડાઓ પર નજર કરીએ તો, ક્લાસિક 350 અને હન્ટર 350 કંપનીની સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ રહી છે. તે જ સમયે, 350ccથી ઉપરના સેગમેન્ટમાં, કંપનીએ 10.16%ની વાર્ષિક વૃદ્ધિ મેળવી છે. જોકે, દર મહિને મોટરસાઇકલની નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. કંપનીએ સપ્ટેમ્બરમાં 8,451 યુનિટની નિકાસ કરી હતી, જે ઓક્ટોબરમાં ઘટીને 5,707 યુનિટ થઈ હતી.

નવી બુલેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે Royal Enfield
દરમિયાન, મિડલવેઇટ મોટરસાઇકલ સેગમેન્ટમાં, રોયલ એનફિલ્ડ તેના 350cc પોર્ટફોલિયોને રિફ્રેશ કરવામાં વ્યસ્ત છે. કંપનીએ 2020માં જે-સિરીઝ એન્જિન સાથે પ્રથમ બાઇક Meteor 350 લોન્ચ કરી હતી. આ પછી નવી જનરેશન ક્લાસિક 350 લૉન્ચ કરવામાં આવી હતી અને આ વર્ષે કંપનીએ હંટર 350 માર્કેટમાં લૉન્ચ કરી છે. હવે કંપની બુલેટ 350ને નવા લુકમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *