હાલમાં જ ક્રિકેટ પ્રેમીઓની નજર માત્ર IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ પર જ ટકેલી છે. આજે IPLની એક મોટી મેચ થવા જઈ રહી છે જેમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ એકબીજા સાથે ટકરાવાના છે. અત્યાર સુધીમાં 70 મેચ પૂર્ણ થઈ ચૂકી છે. આ બંને વચ્ચેની મેચ આજે 24 મે, સાંજે 7:30 કલાકે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાશે.બીજી એલિમિનેટર મેચ 25 મેના રોજ લખનૌ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.
રાજસ્થાન પાસે બીજું ટાઈટલ જીતવાની તક
ટોપ 2 માં હોવાથી રાજસ્થાનને 2 તક મળશે. આવી સ્થિતિમાં આ વર્ષે રાજસ્થાનને બીજી વખત ટાઈટલ જીતવાની તક મળી રહી છે. વાસ્તવમાં IPLની શરૂઆત 2008 થી થઈ હતી, જેમાં ફાઈનલ મેચ રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે રમાઈ હતી, જેમાં રાજસ્થાને ચેન્નાઈને હરાવીને જીત મેળવી હતી.
ગુજરાત ટાઇટન્સ પાસે જીતવાની પ્રથમ તક
આ વર્ષની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ માટે જીતવાની પ્રથમ તક છે. હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સે 2020 IPLમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. મોટાભાગના લોકોનું માનવું છે કે આ વર્ષે કોઈ નવી ટીમ જ ચેમ્પિયન બનશે.
રાજસ્થાન રોયલ્સ ની આજ ની ટીમ
બેટ્સમેન/વિકેટકીપર્સ- સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિકલ, કરુણ નાયર, ધ્રુવ
ઓલરાઉન્ડર- રવિચંદ્રન અશ્વિન, રિયાન પરાગ, અનુનય સિંહ, શુભમ ગઢવાલ, જીમી નીશમ
બોલર – ટ્રેન્ટ બોલ્ટ, પ્રણંદ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, કેસી કરિઅપ્પા, નવદીપ સૈની, ઓબેદ મેકકોય, કુલદીપ સેન, તેજસ બરોકા, કુલદીપ યાદવ, નાથન કુલ્ટર-નાઈલ, ડેરીલ મિશેલ. આ ટીમ આજની મેચની છે.
ગુજરાત ટાઇટન્સની આજ ની ટીમ
બેટ્સમેન/વિકેટકીપર શુભમન ગિલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અભિનવ સદારંગાની, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વે ઓલરાઉન્ડર- હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, રાહુલ તેવટિયા, ડોમિનિક ડ્રેક્સ, જયંત યાદવ, વિજય શંકર, દર્શનલાલ, એન.
બોલર- મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, નૂર અહેમદ, આર સાઈ કિશોર, યશ દયાલ, અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, વરુણ એરોન. આજે ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ ચર્ચા છે. કારણ કે આજે તમામ લોકોની નજર નવી ટીમ ગુજરાત પર ટકેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.