બોલિવૂડની ઘણી ફિલ્મો કોરોનાના વધતા કેસના લીધે પોસ્ટપોન થઇ રહી છે. આવી જ એક ફિલ્મ જે 7, જાન્યુઆરી રીલીઝ થવાની હતી પણ વધતા કેસોના લીધે ફિલ્મ રિલીઝ કરી શકાય નથી. આ ફિલ્મ ડિરેક્ટર એસ એસ રાજમૌલિની ‘RRR’ છે.
ફિલ્મ ‘RRR’લીડ એક્ટર રામચરણ તેજા તથા જુનિયર NTR એ 45 થી 50 કરોડ રૂપિયા ફી લીધી છે. તે ઉપરાંત અજય દેવગન અને આલિયા ભટ્ટે ફિલ્મમાં ગેસ્ટ અપીયિરન્સ આપી હતી. બંનેનો રોલ અમુક મીનીટ માટેનો છે. તે છતાં બંનેએ કરોડો રૂપિયા લીધા હતા.
મળતી માહિતી મુજબ, એસ એસ રાજમૌલિએ અજય દેવગન તથા આલિયા ભટ્ટને હિંદી બેલ્ટ માટે સાઇન કર્યા હતા. જેમાં અજય દેવગને સાત દિવસ શૂટિંગ કર્યું હતું અને આ સાત દિવસના તેણે 35 કરોડ રૂપિયા લીધા હતા. જ્યારે આલિયા ભટ્ટનો રોલ માત્ર 20 મિનીટ નો જ હોવા છતાં તેણે 9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
ફિલ્મ ‘RRR’ની નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂશન તથા અન્ય રાઇટ્સ 890 કરોડ રૂપિયામાં વેચાયા હતા. એટલું જ નહિ પણ કલાકારોએ ઘણી લાઇવ ઇવેન્ટમાં પ્રમોશન પણ કર્યું હતું. જેનો 40 કરોડથી વધુ ખર્ચ થઇ ગયો છે. પરંતુ ફિલ્મ હજુ સુધી રીલીઝ ના થવાથી 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.