ગુજરાતના ઈશાન સરહદે આવેલા અમીરગઢ પોલીસે રાજસ્થાન તરફથી ગુજરાત લાવવામાં આવતો દારૂ ભરેલો ટ્રક ઝડપી પડ્યો હતો. ટ્રકમાં સફેદ કટ્ટાની આડમાં દારૂ લઇ જવામાં આવતો હતો. આ ટ્રકમાંથી રૂપિયા 15.69નો દારૂ અમીરગઢ પોલીસે પકડીને આગળની કાર્યવાહી શરુ કરી છે.
અમીરગઢ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન રાજસ્થાનથી એક શંકાસ્પદ ટ્રક ગુજરાત આવી રહ્યો હતો. તેને સાઈડમાં ઉભો રાખી ચેકિંગ કરતા સફેદ કટ્ટાની નીચે દારૂ મળી આવ્યો હતો. દારૂ મળી આવતા તરત જ પોલીસે તેમની અટકાયત કરી હતી.
પોલીસે કટ્ટાની નીચે સંતાડેલો 15.69 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો અને દારૂ તેમજ ટ્રક સહિત 25.70 લાખ રૂપિયાનો માલ કબજે કરી ટ્રક ચાલક, ખલાસી અને દારૂ ભરાવનાર વેપારી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલેખનીય છે કે, આવી જ એક ઘટના વલસાડ જિલ્લાના પારડી પોલીસની ટીમ સંઘપ્રદેશ દમણ અને ગુજરાતની બોર્ડર પર આવેલી પાતલીયા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન દમણ તરફથી આવી રહેલી એક કાર પર શંકા થતા તેની અટકાયત કરવામાં આવી હતી. આ કારમાં ચાર યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને બેઠેલી હતી. એક પુરુષ પણ હતો જે કાર ચલાવી રહ્યો હતો. જોકે પોલીસને શંકા જતા તમામને કારથી નીચે ઉતારી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તરત જ તેની ધડપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.