રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે આર.એસ.એસ ના પૂર્વ પ્રચારક અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામલાલ પોતાની ભત્રીજી ના લગ્ન તેના મુસ્લિમ પ્રેમી બોયફ્રેન્ડ સાથે કરાવી દીધા છે. શ્રેયા ગુપ્તા અને ફેજાન કરીમ ના લગ્નમાં ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે સાથે યુપી સરકારના નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે આ લગ્ન સમારંભ ના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોબાળો મચી ગયો છે.
એક સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આ લગ્નનો વિરોધ કર્યો છે. જ્યારે અમુક લોકો એવા પણ છે, જેમણે ભાજપ નેતા ના સંબંધી ના લગ્ન કોઈ મુસ્લિમ સાથે થયા તેની વાહ વાહી પણ કરી છે. ખરેખર શ્રેયા ગુપ્તાના લગ્ન ગોરખપુરના ફેજાન કરીમ સાથે થયા છે. આ લગ્નને ઘણા સોશિયલ મીડિયાના લવ જેહાદ સાથે સરખાવ્યો છે. કારણકે ભાજપના ઘણા નેતાઓ વારંવાર લવજેહાદ વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે અને હવે ભાજપના નેતાઓ જ કોઈ મુસ્લિમ સાથે પોતાની ભત્રીજીના લગ્ન કરાવી રહ્યા છે. સાથે સાથે અમુકને તો મહામંત્રી રામલાલ ને સવાલ કર્યો છે કે એ યે રિશ્તા કયા કહેલાતા કહલાતા હૈ.
આ ભવ્ય લગ્નમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ સામેલ હતા. જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાયક, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, નગર વિકાસ મંત્રી સુરેશ ખન્ના, ઉડ્ડયન મંત્રી નંદ ગોપાલ નંદી સહીત પાર્ટીના પદાધિકારીઓ પણ સામેલ હતા. આર.એસ.એસ નેતા ની ભત્રીજીના લગ્ન એક મુસ્લિમ છોકરા સાથે થવાને કારણે સોશિયલ મીડિયા ગરમ થઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ લગ્ન હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.
પંજાબ કેસરી મા છપાયેલી ખબર અનુસાર લગ્ન કરવા વાળા પંડિત બીપીન પાંડે કહે છે કે દુલ્હન અને દુલ્હન બંનેની ઈચ્છા હતી કે તેમના લગ્ન હિન્દુ રિવાજ થી થાય. એથી હિન્દુ મંત્રોચાર સાથે આ લગ્ન કરાવ્યા છે.
જે લોકો સોશિયલ મીડિયામાં આ લગ્નનો વિરોધ કરી રહ્યા છે કે પછી સવાલ ઉઠાવી રહ્યા છે તે લોકોનું કહેવું એ જ છે કે ભાજપ અને આરએસએસ ની છબી એક હિન્દુવાદી સંગઠન ની છે. જે લોકો હિન્દુ છોકરી ના લગ્ન મુસ્લિમ યુવક સાથે થયા હોય તો તેને લવજેહાદ નું નામ આપી દે છે. જ્યારે અહીં પોતાના ઘરમાં જ આગ લાગી છે, ત્યારે ભાજપના નેતાઓએ ચૂપકીદી સેવી લીધી છે.