FactCheck: શું મોદી સરકારે સત્તામાં આવતાં જ ૨૬૮ ટન સોનુ સ્વીઝરલેન્ડ મોકલી દીધું ?

નવનીત ચતુર્વેદી એક પત્રકાર રહી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો છે કે આર ટી આઇ ના જવાબો ને આધારે આરબીઆઇના વર્તમાન સોનાના સ્ટોકમાં પાછલા કેટલાક વર્ષોથી ઘટાડો થઈ રહ્યો છે.

દક્ષિણ દિલ્હીથી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર છે નવનીત ચતુર્વેદી.

પત્રકાર થી નેતા બનેલા ચતુર્વેદી નો દાવો છે કે દેશનું જે ૨૦૦ ટન સોનું આયાત થયું છે તે ભારતે 2009માં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોસથી ખરીદ્યું હતું.

ભારતે આઇએમએફના સ્વર્ણ વેચાણ કાર્યક્રમ હેઠળ 31,490 કરોડનું સોનુ bretton woods institute પાસેથી ખરીદી હતું.

નવનીત ચૌધરી અનુસાર ઓગસ્ટ 2018 માં તેમણે આઈટીઆઈ કરીને આ વિશે પ્રશ્ન પૂછ્યો હતો કે આરબીઆઇના નાગપુર સ્થિત વોલ્ટ માં કેટલું સોનું છે. આના જવાબમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંકના નિયમો મુજબ આ જાણકારી નથી આપી શકાતી.

એક બીજી આરટીઆઈના જવાબમાં આ કહ્યું હતું કે આરબીઆઇ પાસે 268.01 ટન સોનુ બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટમાં સુરક્ષિત છે.

નવનીત ચતુર્વેદી પૂછે છે કે દેશનું વિદેશી બેન્કોમાં શા માટે રાખવામાં આવ્યું? અને બદલામાં ભારતને શું મળ્યું? સાથે જ આ સૂચના જાહેર કરવામાં કેમ ન આવી?

ચતુર્વેદી દાવો કરે છે કે 2011 થી 15 વચ્ચે આરબીઆઇના ઓડિટ રિપોર્ટ ચરણોમાં આવે છે કે ૨૦૧૪ અને ૨૦૧૫ ની વચ્ચે કંઈક ને કંઈક તો ગડબડ થઈ જ છે.

જણાવી દઇએ કે 30 જૂન 2011 થી વાર્ષિક બેલેન્સ શીટ માં આ ૨૦૦ ટન સોના નો ઉલ્લેખ હતો અને કહેવામાં આવ્યું છે કે આ સોનું ભારતમાં છે. 30 જૂન ૨૦૧૪ ની બેલેન્સ શીટ માં સોના નો ઉલ્લેખ છે.

પરંતુ 2015ની વાર્ષિક બેલેન્સશીટ માના સોના નો કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી. આ બેલેન્સ શીટ માં જણાવવામાં આવે છે કે સોનું સ્વિઝરલેન્ડ ની બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટમાં રાખવામાં આવ્યું છે. એટલે કે મે 2014 અને જૂન ૨૦૧૫ વચ્ચે છુપી રીતે ૨૦૦ ટન સોનું વિદેશ મોકલી દેવામાં આવ્યું.

ચતુર્વેદી કહે છે કે ,”દેશનું સોનુ જો વિદેશ મોકલવામાં આવી રહ્યું હોય તો આ વાતને સાર્વજનિક કરવી જોઈએ. પરંતુ આવું ન થયું. જાહેર છે કે સરકાર કંઈક ને કંઈક છુપાવે છે.”

આ મામલે આરબીઆઇની હજુ સુધી કોઈ પણ જાત ની પ્રતિક્રિયા નથી આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *