ડમ્પરે જોરદાર ટક્કર મારતા ઈનોવાનો ભુક્કો બોલી ગયો, રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી ચુકેલા બે ખેલાડીઓની મરણચિંસોથી ગુંજી ઉઠ્યો હાઇવે

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. તો વાત કરવામાં આવે તો ખેડા(Kheda) જિલ્લાના કઠલાલ-સોમપુરા હાઇવે(Kathlal-Sompura Highway) પર ગઈકાલે કાર અને ડમ્પર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો હતો અને હાઇવે મરણ ચિંસોથી ગુંજી ઉઠ્યો હતો.

માહિતી અનુસાર રોંગ સાઈડમાં આવી રહેલા ડમ્પરે ઇનોવા કારને જોરદાર ટક્કર મારતા કારનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ચાર લોકોને ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક વ્યક્તિ રમતગમત સાથે સંકળાયેલા હોવાનું અને ગાંધીનગરના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. મૃતકો ઉજ્જૈન દર્શન કરી અમદાવાદ પાછા ફરી રહ્યા હતા ત્યારે દર્દનાક અકસ્માતનો શિકાર બન્યા હતા.

ઘટનસ્થળે જ બે લોકોના કરુણ મોત:
આ દર્દીનાથ અકસ્માતમાં કારમાં સવાર સાત લોકોમાંથી વિનોદ રાજપાલ સિંહ ચૌહાણ અને ગજાનંદ ઉપાધ્યાયના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. ચાર લોકોને વિચારો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કારમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા:
જ્યારે કારમાં સવાલ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી આ ઈજાગ્રસ્તો ને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કારમાં સવાર આ તમામ લોકો રેલવે વિભાગમા જ નોકરી કરી રહ્યા છે અને તમામ લોકો ઉજ્જૈન ખાતે દર્શન કરવા માટે ગયા હતા અને પાછા ફરતી વેળાએ દર્દનાક અકસ્માત નડ્યો છે. તેમ તપાસ કરનાર પોલીસ અધિકારી એસ.બી.દેસાઈએ જણાવતા કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *