સુરત(Surat): શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત ક્રાઈમ બ્રાંચમાં મહિલા DCP તરીકે રૂપલ સોલંકી(Rupal Solanki)ની નિમણૂક કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ(Surat Crime Branch)ના DCPનો ચાર્જ સંભાળતા 14 ફેબ્રુઆરીએ માતા બનેલી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે તે વધુ મજબૂત બને છે. શહેરમાં ક્રાઇમ રેટ(Crime rate) ઘટાડવા માટે ટીમ સાથે મળીને કામ કરશે. આ સાથે ટીમમાં વધુ રસ લઈને મહિલાઓ પર થતા અત્યાચારને ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે.
જવાબદારી સંભાળવા મોખરે:
સુરતમાં પ્રથમ વખત મહિતા DCP તરીકેનો ચાર્જ સંભાળી રહેલા રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં સ્ત્રી-પુરુષ જેવો કોઈ ભેદભાવ નથી. પોલીસ વિભાગમાં આવો ભેદભાવ મેં ક્યારેય અનુભવ્યો નથી. જે જવાબદારી આવે છે તે પૂરી નિષ્ઠાથી નિભાવવાની હોય છે. સુરતમાં પહેલીવાર મને આવી જવાબદારી મળી છે જેને નિભાવવા માટે હું ઉત્સાહિત છું.
પરિવારમાં બાળકની જવાબદારી:
14 ફેબ્રુઆરીએ પોતાના બીજા બાળકને જન્મ આપનાર સુરતના DCP તરીકે ચાર્જ સંભાળતા જ રૂપલ સોલંકીએ કહ્યું, “મેં મેરી કોમ નામની ફિલ્મ જોઈ.” જેમાં મેરી કોમ તેના જોડિયા બાળકો સાથે ટ્રેનિંગ કરવા કોચમાં જાય છે. મને આ ફિલ્મનો એક ડાયલોગ યાદ આવે છે કે સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે તે મજબૂત બને છે. મારા કામની સાથે સાથે હું મારા પરિવારનું પણ ધ્યાન રાખીશ.
સુરતમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે સરકાર સાથે અને કમિશનરના માર્ગદર્શન હેઠળ કામ કરવાનું કહેતાં રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, આ ટીમ શહેરમાં મહિલાઓ માટે કામ કરે છે. હું આ ટીમમાં રસપૂર્વક રીતે પણ કામ કરીશ. સાથે જ બાળકો સામેના ગુનાઓની સંખ્યા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.