ગુજરાત રાજ્યને ભારતમાં સ્માર્ટ સીટી તરીકે ઓળખવામાં આવે છે. આ સ્માર્ટ સિટીમાં સારો ખોરાક, મકાન અને વીજળીનો પણ સમાવેશ થાઈ છે. ત્યારે ગુજરાતમાં સારો ખોરાક અને મકાન તો મળી રહે છે પણ વીજળી રાત-દિવસ મળી રહેતી નથી. એક તરફ ગુજરાતના ગામડાઓમાં વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી અને વળી બીજી તરફ રૂપાણી સરકાર અન્ય રાજ્યોમાં વીજળીનું વેચણ કરવા માટે જાય છે.
ગુજરાત સરકાર મમતા બેનરજીના રાજ્યમાં વધારાની વીજળી વેચે છે. એટલું જ નહીં ગુજરાત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને પણ વીજળી વેચે છે. ગુજરાત સરકારના ઉર્જા વિભાગે છેલ્લા બે વર્ષમાં દેશના 10 રાજ્યોને વીજળીનું વેચાણ કર્યું છે. ગુજરાતમાં સરપ્લસ વીજળી હોવાના દાવા વચ્ચે રાજ્ય સરકારે દેશના વિવિધ રાજ્યોમાં વીજ વેચાણના કરાર કર્યા છે અને તે પ્રમાણેની વીજળી વેચી છે. સૌથી વધુ 9.54 મિલિયન યુનિટ વીજળી ઉત્તરપ્રદેશે ગુજરાત પાસેથી ખરીદી છે.
ગુજરાત સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં કૃષિ ક્ષેત્ર સહિતની તમામ વીજ માંગ પૂર્ણ કર્યા બાદ વધારાની વીજળી દેશમાં જરૂરિયાતવાળા રાજ્યોને વેચવામાં આવી છે. ગુજરાત વીજળીનું વિપુલ ઉત્પાદન કરનારૂં રાજ્ય છે. વીજળીનો સંગ્રહ શકય ન હોવાને કારણે તેનું ઉત્પાદન માંગને આધિન હોય છે.
ગુજરાતે 2019ના વર્ષમાં આટલી વીજળી વેચી
આંધ્રપ્રદેશને 5.40 મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ 4.44 રૂપિયાના દરે
છત્તીસગઢને 0.50 મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ 4.40 રૂપિયાના દરે
તામિલનાડુને 1.60 મિલીયન યુનિટ વીજળી 5.13 પ્રતિ યુનિટના દરે
ઉત્તરપ્રદેશને 9.54 મિલીયન યુનિટ વીજળી 4.07 પ્રતિ યુનિટના દરે
મહારાષ્ટ્રને 0.50 મિલીયન યુનિટ 4.00 રૂપિયાના પ્રતિ યુનિટ દરે
પશ્ચિમ બંગાળને 8.55 મિલીયન યુનિટ વીજળી દર યુનિટે 3.79ના ભાવે
બિહારને 7.13 મિલીયન યુનિટ વીજળી 4.71 પ્રતિ યુનિટના ભાવે
ઝારખંડને 3.30 મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ 3.91ના ભાવે
ઓરિસ્સાને 6.05 મિલીયન યુનિટ વીજળી યુનિટ દિઠ 4.51ના ભાવે
મણીપુરને 0.04 મિલીયન યુનિટ વીજળી 5.00 રૂપિયે પ્રતિ યુનિટના ભાવે
જ્યારે ઇન્ડીયન એનર્જી એકસચેન્જને 138.21 મિલીયન યુનિટ વીજળી 4.11 રૂપિયે પ્રતિ યુનિટના ભાવે ગુજરાતે વેચી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.