Russia-Ukraine LIVE- યુદ્ધ વચ્ચે યુક્રેનના આ શહેરમાં થયો ભયંકર બ્લાસ્ટ- આઠ લોકોના મોત

રશિયાએ(Russia) યુક્રેનના(Ukraine) ખાર્કિવ શહેરમાં આજે રાત્રે પણ ઘણા બોમ્બ વિસ્ફોટ(Bomb blast) કર્યા છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 8 લોકોના મોત થયા છે. તે જ…

રશિયાએ(Russia) યુક્રેનના(Ukraine) ખાર્કિવ શહેરમાં આજે રાત્રે પણ ઘણા બોમ્બ વિસ્ફોટ(Bomb blast) કર્યા છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 8 લોકોના મોત થયા છે. તે જ દરમિયાન રશિયાના શહેર માયકોલાઈવમાં પણ એક રોકેટ વિસ્ફોટ(Rocket explosion) થયો છે.

લુહાન્સ્કમાં બ્લાસ્ટના કારણે ગભરાટ:
એક શક્તિશાળી વિસ્ફોટે લુહાન્સ્ક શહેરને હચમચાવી દીધું છે. એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, ઓઇલ ડેપોમાં આગ લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શહેરના કેન્દ્રમાં એક જોરદાર વિસ્ફોટ પણ સ્પષ્ટપણે સંભળાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમય અનુસાર સવારે 6.55 કલાકે વિસ્ફોટ થતાં જ ઓઈલ ડેપોમાં આગ લાગી ગઈ હતી. આ હુમલા સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે. બ્લાસ્ટ બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા.

મોદી ઝેલેન્સ્કી સાથે 11.30 વાગ્યે અને પુતિન સાથે 1.30 વાગ્યે વાત કરશે: સૂત્રો
મળેલી માહિતી મુજબ પીએમ મોદી સવારે 11:30 વાગ્યે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે અને બપોરે 1:30 વાગ્યે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરશે. આ બેઠકમાં પીએમ મોદી યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ઝેલેન્સકી અને પુતિન સાથે ચર્ચા કરશે.

જાણવા મળ્યું છે કે, રશિયાએ ફરી એકવાર યુક્રેનના 4 શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ ચાર શહેરો રાજધાની કિવ, મેરીયુપોલ, ખાર્કિવ અને સુમી છે. જેના કારણે આ શહેરોમાં ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ પણ સુમીમાં ફસાયેલા છે. યુદ્ધ હવે 12મા દિવસે પહોંચી ગયું છે. આ યુધ્ધના કારણે અત્યાર સુધીમાં લગભગ 15 લાખ લોકોને યુક્રેન છોડવાની ફરજ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *