રાહુલ ગાંધીએ શા માટે કહ્યું ફટાફટ પેટ્રોલ-ડીઝલની ટાંકી ફૂલ કરાવી લો, મોદી સરકારની ઓફર…

કોંગ્રેસ(Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ વિધાનસભા ચૂંટણી(Assembly elections) દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો(Petrol-diesel price hike) ન કરવા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ…

કોંગ્રેસ(Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ વિધાનસભા ચૂંટણી(Assembly elections) દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો(Petrol-diesel price hike) ન કરવા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે, જનતાએ તેમની કાર કે ગાડીની ટાંકી ફૂલ કરાવી લેવી જોઈએ, કારણ કે મોદી સરકાર(Modi government)ની ‘ચૂંટણી ઓફર’ ખતમ થવા જઈ રહી છે.

કોંગ્રેસનો દાવો છે કે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી અને ચૂંટણી પૂર્ણ થયા બાદ તેમાં વધારો થશે. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વર્તમાનમાં જો ક્રૂડ ઓઈલની કિંમતના હિસાબે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે તો 10 થી 12 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ શકે છે.

ICICI સિક્યોરિટીઝે રિપોર્ટમાં જણાવ્યું છે કે બે મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે રિટેલ ઓઈલ કંપનીઓએ ખર્ચને પહોંચી વળવા માટે 16 માર્ચ, 2022ના રોજ અથવા તે પહેલા ઈંધણના ભાવમાં 12.1 પ્રતિ લીટરનો વધારો કરવો પડશે. જો ઓઈલ કંપનીઓના માર્જિનને પણ સામેલ કરવામાં આવે તો 15.1 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ વધારો કરવો પડી શકે છે. ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હતી, જે છેલ્લા નવ વર્ષમાં સૌથી વધુ છે.

જો કે, શુક્રવારે તેની કિંમત થોડી ઘટીને $111 પ્રતિ બેરલ થઈ ગઈ. નોંધનીય છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડવામાં આવી રહ્યો છે. રશિયા પરના આર્થિક પ્રતિબંધોથી વૈશ્વિક તેલના પુરવઠાને વધુ વિક્ષેપિત થવાની ધારણા છે. જ્યારે ઈરાન, વેનેઝુએલા જેવા દેશો પ્રતિબંધોને કારણે પહેલાથી જ પૂરતું તેલ પુરું પાડવામાં અસમર્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *