કૃષ્ણ ભક્તિમાં ડૂબેલી એક રશિયન યુવતીએ હિંદુ યુવક સાથે કરી લીધી સગાઇ, આ પહેલા મુસ્લિમ યુવકે…

કૃષ્ણ ભક્તિમાં ડૂબેલી એક રશિયન મહિલા પોતાનો દેશ છોડીને ભારતમાં સ્થાયી થઈ ગઈ છે. અહીં તેને એક ભારતીય છોકરા સાથે પ્રેમ થયો અને બંનેની સગાઈ થઈ ગઈ. ખાસ વાત એ છે કે આ પહેલા મહિલાએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ દાવો કર્યો હતો કે તેનો મુસ્લિમ પતિ તેના પર ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરતો હતો, ત્યારબાદ તેણે તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

આ રશિયન યુવતીનું નામ સ્વેત્લાના ઓચિલોવા છે. તેણે જણાવ્યું કે તે વ્યવસાયે ગ્રાફિક ડિઝાઇનર છે. તેણીએ એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. પરંતુ પાછળથી રશિયન યુવતીને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો. રશિયન યુવતી વર્ષ 2012માં પ્રથમ વખત કૃષ્ણ ભક્તોને મળી હતી. જેના કારણે તેણીનો પતિ સાથે ઝઘડો થવા લાગ્યો હતો. રશિયન યુવતીએ તેના પહેલા પતિ પર આરોપ લગાવ્યો કે તે કૃષ્ણના ભક્તો સાથે નફરત કરતો હતો. સ્વેત્લાના કહે છે- તેણે મને તેઓને મળવાથી પણ રોકી હતી. તેઓએ મને ઘણી વખત માર માર્યો અને ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ પણ કર્યું.

પતિ સાથેના ઝઘડાથી કંટાળીને સ્વેતલાનાએ પતિનું ઘર છોડી દીધું અને પુત્ર સાથે તેના માતા-પિતા સાથે રહેવા ચાલી ગઈ. વર્ષ 2016 થી, સ્વેત્લાનાએ કૃષ્ણ ભક્તિના માર્ગ પર સંપૂર્ણ રીતે ચાલવાનું નક્કી કર્યું. તે 1 વર્ષ સુધી તેના પતિથી અલગ રહી. તેણીએ મંદિરોની મુલાકાત લેવાનું શરૂ કર્યું, આ દરમિયાન તે પ્રથમ વખત ભારત પણ આવી.

યુવતીએ કહ્યું – મારી અંદરથી મારા મુસ્લિમ પતિનો ડર ગાયબ થઈ ગયો. હું ખુબ ખુશ રહેવા લાગી. વર્ષ 2017માં પહેલી વાર મેં મારા પતિ સાથે આરામથી વાત કરી. ત્યારે તેણે મને ‘કાતો હું કાતો તારો કાનો’ બંને માંથી એકને પસંદ કરવા કહ્યું હતું. ને મેં કૃષ્ણને પસંદ કર્યા. આ પછી અમે બંનેએ છૂટાછેડા લીધા.

તે પછી, તે ક્યારેય મારી અને મારા પુત્રની વચ્ચે આવ્યો નથી. સ્વેત્લાના બાદમાં માયાપુર શહેરમાં આવી અને તેના પુત્ર સાથે રહેવા લાગી. અહીં તેની મુલાકાત રોશન નામના યુવક સાથે થઈ હતી. તે કૃષ્ણના ભક્ત પણ છે. બંને વચ્ચે સારી સમજણ વિકસી હતી. આ પછી બંનેએ તાજેતરમાં સગાઈ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *