રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. રશિયન સેના(Russian army) યુક્રેનના અનેક શહેરોમાં હુમલા કરી રહી છે. આ હુમલાઓએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે. રશિયા યુક્રેનના જોરદાર પ્રતિકારનો સામનો કરી રહ્યું છે. વિશ્વને ખ્યાલ નહોતો કે યુક્રેન આટલા લાંબા સમય સુધી રશિયાની સામે ટકી શકશે. પરંતુ યુક્રેન રશિયા સામે ઝૂકવા તૈયાર નથી. આ યુદ્ધની વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)ની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. હવે આ દરમિયાન, રશિયન મોડલ(Russian model)ની હત્યા બાદ રાષ્ટ્રપતિ પુતિન વિશે સોશિયલ મીડિયા(Social media) પર ચર્ચા તેજ થઈ ગઈ છે.
ખરેખર, આ મોડેલ રશિયાના રાષ્ટ્રપતિની ટીકા કરતી હતી. આ મોડલનું નામ છે ગ્રેટા વેડલર, જેણે પુતિનને પાગલ પણ કહ્યો હતો. મોડલ ગ્રેટા વેડલરનો મૃતદેહ સૂટકેસમાંથી મળી આવ્યો છે. તે એક વર્ષ પહેલા ગુમ થયો હતો. આવો જાણીએ મોડલ ગ્રેટા વેડલર વિશે રસપ્રદ વાતો…
રશિયન મોડલ ગ્રેટા વેડલરે જાન્યુઆરી 2021માં પુતિન વિશે સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં, મોડેલે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મનોરોગી કહ્યા. એક મહિના પછી ગ્રેટા વેડલરની હત્યા કરવામાં આવી હતી.
રશિયન મોડલે પોતાની પોસ્ટમાં પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે તેની હત્યા થઈ શકે છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, રશિયાની અખંડિતતા બચાવવાના કારણે એક દિવસ મારો દુ:ખદ અંત આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રેટા વેડલરની હત્યા પૂર્વ બોયફ્રેન્ડ દિમિત્રી કોરોવિને કરી હતી. દિમિત્રી કોરોવિને સ્વીકાર્યું કે, મોસ્કોમાં પૈસાને લઈને બંને વચ્ચે દલીલ થઈ હતી. ત્યારબાદ તેણે વેડલરનું ગળું દબાવી દીધું હતું. પુતિન પરના તેમના રાજકીય વિચારો સાથે તેને કોઈ લેવાદેવા નથી.
કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાં ગ્રેટા વેડલરનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો ત્યાં કોરોવિન સૂતો હતો. કોરોવિને ખુલાસો કર્યો છે કે, હોટલના એક રૂમમાં મોડલના મૃતદેહ સાથે ત્રણ દિવસ સુધી સુતો હતો અને મૃતદેહને સૂટકેસમાં રાખ્યો હતો.
દિમિત્રી કોરોવિને જણાવ્યું છે કે, ત્રણ દિવસ 300 માઈલ દૂર ગયા પછી વેડલરનો મૃતદેહ લિપેતસ્ક વિસ્તારમાં કારના બુટમાં છોડી દેવામાં આવ્યો હતો. આ પછી, તે મોડલના સોશિયલ મીડિયા પર ફોટા અને સંદેશા પોસ્ટ કરતો રહ્યો જેથી લોકો વિચારે કે તે જીવિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.