સાબરકાંઠા: કોરોનાકાળ (Coronavirus)માં મુકાયેલ લોકડાઉન (Lockdown) નાં સમયમાં અકસ્માત (Accident) ની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જયારે હવે ફરીથી છૂટછાટ મળતા ફરી આવી ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થવા જઈ રહ્યો છે.
આજે સાબરકાંઠામાં આવેલ ઈડર – વિજયનગર પોળ તરફ જતા હાઈવે પર એક કરૂણ અકસ્માત સર્જાયો છે કે, જેમાં રીક્ષા તથા ઈકો કાર વચ્ચેના આ ગમખ્વાર અકસ્માતમાં 2 બાળકો સહિત કુલ 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ કડિયાદરા પાસે ઈકો કાર તથા રીક્ષા વચ્ચે આ ઘટના બની હતી.
રીક્ષા ચાલક સહિત રીક્ષામાં સવાર પરિવારના 2 માસૂમ બાળકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય 7 લોકો ખુબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે કે, જેમાં 2 લોકોની હાલત ગખુબ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે કે, જેથી ઈજાગ્રસ્તોને તત્કાલીક સારવાર અર્થે ઈડરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ દ્વારા પણ ઘટનાસ્થળ પર પહોંચીની આખો મામલો સંભાળી લેવાયો છે. પોલો ફોરેસ્ટમાંથી ફરીને આનંદ સાથે પરિવાર ઘરે જવા માટે આવી રહ્યો હતો. આ દરમિયાન ઈડર તાલુકામાં આવેલ કડીયાદરા તથા ચોરવાડ વચ્ચે તેમની રીક્ષા પહોંચી હતી. આ સમયે કાળ બનીને આવેલ ઈકો કાર સાથે જબરદસ્ત અથડાઈ હતી કે જેમાં, અચાનક બંને વાહનો વચ્ચે ટક્કર સર્જાતા સ્થળ પર 2 માસુમ બાળકો સહિત એકનુ કમકમાટી કર્યુ મોત થયું હતું.
અકસ્માત વખતે ઈજાગ્ર્સ લોકોની બુમોથી વાતાવરણ ગમગીન બન્યું હતું જયારે અન્ય એક ઈજાગ્રસ્ત બાળકનું રુદન સાંભળીને સ્થાનિકોના આંખમાંથી આંસુ આવ્યા હતા. સ્થાનિકોએ બચાવ ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં ઈજાગ્રસ્ત 7 લોકોને ઈડર સિવિલમાં લઈ જવામાં આવ્યા છે.
આ તમામ લોકો વિજયનગરના પોલો ફોરેસ્ટમાં ફરવા માટે ગયા હતા તેમજ ત્યાંથી ફરીને પરત આવી રહ્યા હતા. આ સમયે કડીયાદરા તથા ચોરીવાડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકોની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, રીક્ષાને ખુબ નુકશાન થયુ હતુ તેમજ 2 બાળકો અને રીક્ષા ચાલકનુ ઘટનાસ્થળ પર જ મોત થયું હતુ.
મૃતક તથા ઈજાગ્રસ્તો હિંમતનગરમાં આવેલ આકોદરા તથા પ્રાંતિજના ઓરણ ગામના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતકોમાં નરેન્દ્ર સિંહ બાબુભાઈ મકવાણા, વંશ કમલેશભાઈ પરમાર, હેતાર્થ નરેન્દ્ર સિંહ મકવાણા હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.