રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષ (સીએલપી) ની બેઠકમાં 107 ધારાસભ્યો હાજર છે, સીએમ અશોક ગેહલોતના મીડિયા સલાહકારે ન્યુઝ એજન્સી ANI એએનઆઈ સાથે પુષ્ટિ કરી છે.
આ અગાઉ રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે પહેલા એવી અટકળો વહેતી થઇ હતી કે પાયલોટ આજે ભાજપમાં જોડાઈ થશે. જોકે, તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા સચિન પયલોટે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ભાજપમાં નહીં જાય.
107 MLAs are present at the Congress Legislative Party (CLP) meeting in Rajasthan’s Jaipur, CM Ashok Gehlot’s media advisor confirms to ANI.
— ANI (@ANI) July 13, 2020
રાજસ્થાન કોંગ્રેસમાં કટોકટી ગેહલોત અને તેના ડેપ્યુટી સચિન પાયલોટ સાથેની ખેચતાણમાં તીવ્ર બની હતી. ગહેલોત પોતાના ધારાસભ્યોનો શિકાર બનાવીને રાજ્ય સરકારને અસ્થિર બનાવવાની કોશિશ માટે ભાજપને દોષી ઠેરવી રહ્યા છે.
પાયલોટે 16 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યોના ટેકા વિશે વાત કરી છે. તે જ સમયે, સૂત્રો કહે છે કે ભાજપ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમણે પહેલા રાજસ્થાનની અશોક ગેહલોત સરકારનું પતન કરવું જોઈએ.
પરંતુ ભાજપે તેમને મુખ્યમંત્રી પદ આપવાની ના પાડી દીધી છે. કારણ કે ભાજપ પોતે જ રાજ્યના નેતૃત્વને લઈને અવ્યવસ્થામાં છે. વસુંધરા રાજેના સમર્થનમાં 45 ધારાસભ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.