આદ્યશક્તિપીઠ અંબાજી ધામમાં 26 વર્ષ બાદ સર્જાશે અનોખો ઇતિહાસ- જાણો વિગતવાર

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે આ મહામારીને ધ્યાનમાં રાખીને તમામ મંદિરોમાં નિયમ અનુસાર જ દર્શન કરવાં માટે ઘણાં લોકો જતાં હોય છે. રાજ્યમાં આવેલ અંબાજી મંદિરે લઈને એક સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે.

યાત્રાધામ અંબાજીમાં કુલ 26 વર્ષ પછી 27 ઓગસ્ટથી લઈને 2 સપ્ટેમ્બર એટલે કે કુલ 7 દિવસ સુધી ભાદરવી પૂર્ણિમાનાં મેળાનાં દિવસો દરમિયાન ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજવામાં આવશે. મેળાની જગ્યાએ ભક્તો ઘરે બેઠા જ અંબાનાં ગર્ભગૃહનાં આરતીનાં હવન તેમજ ગબ્બર પર્વતની જ્યોતનાં પણ ઓનલાઇન દર્શન કરી શકે એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

અંબાજી ધામમાં ભાદરવી પૂર્ણિમાનો મહામેળો કોરોના વાયરસની મહામારીને લીધે સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે. ત્યારે વિશ્વ શાંતિને માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આની અગાઉ પણ વર્ષ 1994માં સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન અંબાજીમાં કરવામાં આવ્યું હતું. હવે કુલ 26 વર્ષ પછી એટલે કે 27 ઓગસ્ટ થી લઈને 2 સપ્ટેમ્બર દરમિયાન જ્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે એની જગ્યાએ હવે સહસ્ત્ર ચંડી યજ્ઞમાં માતાજીનાં કુલ 10 લાખ જાપ પણ કરવામાં આવશે.

કુલ 51 શક્તિપીઠનાં તથા હવન શાળાનાં લગભગ કુલ 80 જેટલાં બ્રાહ્મણો આ યજ્ઞમાં ભાગ પણ લેશે. શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવતાં કહ્યું હતું, કે હવનમાં કોઈપણ ભક્તને પ્રવેશ આપવામાં આવશે નહી પણ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હવનની ઉપરાંત માતાજીનાં ગર્ભ ગૃહનાં આરતી તથા ગબ્બર પર્વતની જ્યોતનાં લાઈવ દર્શન ઘરે બેઠા જ નિહાળી શકાય એવી વ્યવસ્થા પણ સોશીયલ મીડીયાનાં માધ્યમથી કરવામાં આવશે.

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં લઈને રદ થયેલ અંબાજી ભાદરવી પૂનમનાં મહામેળા પછી વહિવટી તંત્રે પૂનમીયા પદયાત્રી સંઘની સાથે જોડાયેલ વર્ષો જુના કુલ 1,400 જેટલાં પદયાત્રી સંઘોનાં ગામો સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયેલ ધજા પણ પહોંચાડવામાં આવશે.

જેની માટે કુલ 14 ઝોન પણ બનાવવામાં આવ્યાં છે. અંબાજી ધામમાં આવેલ ચાચર ચોકમાં 21 ઓગસ્ટે બધી કુલ 1,400 ધજાઓની વૈદિક મંત્રોચ્ચારની સાથે પૂજા પણ કરવામાં આવશે. આ વખતે સંઘો ધજા લઈને અંબાજી આવી શકશે નહી ત્યારે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નોંધાયેલ કુલ 1,400 જેટલા સંઘોને માતાજીનાં ચાચરચોકમાં મંત્રોચારથી સિદ્ધ કરેલ ધજા ઘરે બેઠા જ મળી જાય એવાં પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *