લોકડાઉન ખુલતા જ સેક્સરમકડા ખરીદવા પડાપડી, સુરત-વડોદરાની મહિલાઓ તો પુરૂષોને કરતા આગળ

ભારતીય જનતા સેક્સને લઈને ખુલીને વાત કરતા હજુપણ શરમજનક સમજે છે પણ ભારતમાં કોરોનાને લીધે કરવામાં આવેલા  લોકડાઉન બાદ સેક્સ કરવા વપરાતા રમકડા એટલે કે…

ભારતીય જનતા સેક્સને લઈને ખુલીને વાત કરતા હજુપણ શરમજનક સમજે છે પણ ભારતમાં કોરોનાને લીધે કરવામાં આવેલા  લોકડાઉન બાદ સેક્સ કરવા વપરાતા રમકડા એટલે કે સેક્સ ટોય્ઝના વેચાણમાં ભારે ઉછાળો આવ્યો છે. એક ઓનલાઈન વેચાણ કરતી વેબસાઇટે છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશમાં સેક્સ ટોય્ઝનું બજાર 65 ટકા વધું છે. આ રીપોર્ટ એટલે જાણવા જેવો છે કેમકે સેક્સ ટોય્ઝ ખરીદવાના મામલે ગુજરાતના બે શહેરો પણ દેશભરમા મોખરે છે.

ઓનલાઈન સેક્સટોય વેચતી વેબ્સાઈટ ThatsPersonal.com એ જાહેર કરેલા આંકડા અને રીપોર્ટ અનુસાર ભારતીય બજારમાં સેક્સ પ્રોડક્ટ્સના વેચાણની જાણકારી હાથ લાગી છે. આ રીપોર્ટ સર્વેનો ચોથો તબકક્કો છે જેનાથી 2.2 કરોડ વિઝિટર્સ અને ઓનલાઈન વેચાતા 335000 પ્રોડ્ક્ટ્સના અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવ્યો છે.

હાલના લોકડાઉન સમય બાદના વેચાણ પ્રમાણે સેક્સ પ્રોડક્ટ્સના વેચાણ મામલે મહારાષ્ટ્ર પહેલા સ્થાને છે. આ યાદીમાં કર્ણાટક અને ત્રીજુ તમિળનાડુ બીજા અને ત્રીજા ક્રમે છે. દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધાર્રે કેસ પણ મહારાષ્ટ્રમાં જ નોંધાયા છે. જો મેટ્રો શહેરોની વાત કરવામાં આવે તો મુંબઈ સેક્સ પ્રોડ્ટ્સના વેચાણમાં પહેલા ક્રમે છે. ગુજરાત આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે.

આ યાદીમાં શહેરોની વાત કરીએ તો બીજા સ્થાને બેંગલુરૂ અને ત્રીજા સ્થાને નવી દિલ્હી છે. દિલ્હી ની સરખામણીમાં મુંબઈમાં સેક્સ પ્રોડ્ક્ટ્સનું વેચાણ લગભગ 24 ટકા જેટલુ વધુ છે. જયારે મુંબઈને અડીને આવેલું પુણે સેક્સ ટોય્ઝના વેચાણના મામલે દ્દેશમાં ટોચના 8 શહેરોમાં શામેલ છે.

જાહેર થયેલા સર્વે અનુસાર ગુજરાતનું સુરત શહેર સેક્સ ટોય્ઝ પાછળ પાણીની માફક પૈસા વહાવી રહ્યું છે. સૂરતમાં એક ઓર્ડર પર સૌથી વધારે 3900 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. પુરૂષ ગ્રાહકોમાં ઉત્તર પ્રદેશ તમામ રાજ્યોમાં આગળ છે. ThatsPersonal.com ના સીઈઓ સમીર સરૈયાએ જણાવ્યું હતું કે, આ ઉત્પાદનોનું બજાર સૌથી ઝડપી વિકસી રહ્યું છે

ફિલ્મી દુનિયા અને વેબ્સીરીઝ ના ચલણને લીધે હવે લોકો સેક્સની વાત કરવામાં ખચકાટ નથી અનુભવતા અને નવા નવા પ્રયોગો કરવામાં અને નવા નવા સેક્સ સાધનો ખરીદવામાં માને છે. રિપોર્ટમાં ઈન્ટરનેટ પર કરવામાં આવતા સર્ફિંગને લઈને પણ ખુલાસો કરવામાં આવ્યો છે. તે પ્રમાણે મહિલાઓ માટે ખરીદી કરવાનો સૌથી પસંદગીનો સમય બપોરે 12 થી 3 વાગ્યા સુધીનો છે જ્યારે પુરૂષો રાત્રે 9 વાગ્યાથી અડધી રાત વચ્ચે ખરીદી કરવાનું પસંદ કરે છે.

આ યાદીમાં નાના શહેરો પણ બાકાત નથી રહયા વિજયવાડા, જમશેદપુર, બેલગામ અને વડોદરા દેશના એ શહેરોમાં શામેલ છે, જ્યાં પુરૂષોની સરખામણીએ મહિલાઓ સેક્સ ટોય્ઝ ખરીદવામાં આગળ છે. સેક્સ ટોય્ઝ ખરીદનારાઓમાં મોટાભાગનાની ઉંમર 25 થી 34 વર્ષ વચ્ચે છે. પણ તેને વેચવામાં આવતી સાઈટ્સ પર સૌથી વધારે સમય પસાર કરનારાઓમાં 18 થી 25 વર્ષના લોકો સૌથી વધારે છે. આ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે, ઘણા લોકો કોંડોમ ખરીદવા માટે આ વેબસાઈટ પર આવે છે પણ છેલ્લે સેક્સ ટોય્ઝ ખરીદી લે છે.

સેક્સ પ્રોડક્ટ્સના કારણે 33 ટકા લગ્નજીવનનો અંત આવતા બચ્યો છે. એટલે કે સેક્સ ટોય્ઝના કારણે ઘણા લોકોના ઘર ભાંગતા બચ્યા છે. સર્વેમાં સામે આવ્ય્યા પ્રમાણે પહેલીવાર ખરીદી કરનારાઓમાં મોટા ભાગના પુરૂષો છે. જ્યારે મહિલાઓ પુરૂષોની સરખામણીમાં વધારે વાર ઓર્ડર રિપીટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *