બોલિવૂડ (Bollywood) અભિનેતા (Actor) સલમાન ખાન (Salman Khan) છેલ્લા 11 વર્ષથી ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ’ (BIG BOSS) ને હોસ્ટ કરી રહ્યો છે ત્યારે આપને જણાવી દઈએ કે, દર વર્ષે આ શો નું આયોજન કરવામાં આવે છે. સલમાન ખાનના હોસ્ટિંગથી દર્શકોમાં ખુબ હેડલાઇન્સ આવતી હોય છે. ટૂંક જ સમયમાં ‘બિગ બોસ 15’ શરૂ (Starting Big Boss 15th Season) થવા માટે જઈ રહ્યું છે.
દર વખતની જેમ આ વખતે પણ સલમાન ખાન શોને હોસ્ટ કરતા જોવા મળશે. દર વર્ષે શોની શરૂઆતમાં ઘણી અટકળો લગાવવામાં આવતી હોય છે જયારે સલમાન ખાનની ફી અંગે પણ ચર્ચા થતી રહેતી હોય છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે.
કેટલી વસૂલે છે ફી!
એક રિપોર્ટ પ્રમાણે, સલમાન ખાનને આ વખતે શો હોસ્ટ કરવાના 350 કરોડ રૂપિયા મળશે. સતત 14 અઠવાડીયા સુધી ચાલનાર આ શો માટે સલમાને ભારે ફી વસૂલી છે. સલમાનને શોના મેકર્સ તરફથી આ વાતને લઇને કોઇ કન્ફર્મેશન આવ્યું નથી.
જો કે સલમાન ખાનના કેટલાક પ્રોમો સોશ્યલ મિડીયા પર શૅર કરવામાં આવ્યા છે ત્યારે એમાં રેખાનો અવાજ પણ સંભળાઇ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, બિગબોસ 15ની થીમ જંગલ થીમ હોય શકે છે. બિગબોસ OTTની સૌપ્રથમ સિઝનનો અંત આવ્યો છે. અણી સાથે જ પહેલા વિનરનું નામ પણ અનાઉન્સ થઇ ચુક્યું છે.
ફિનાલેની રેસમાં 3 કન્ટેસ્ટન્ટ:
શોમાં 3 કન્ટેસ્ટન્ટ ફિનાલેની રેસમાં સામેલ હતા કે, જેમાં શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ તથા દિવ્યા અગ્રવાલનો સમાવેશ થાય છે. આની સાથે જ ફર્સ્ટ રનર અપ નિશાંત જ્યારે સેકન્ડ રનર અપ તરીકે શમિતા રહી હતી. ફાઇનલ રાઉન્ડમાં પહોંચવા માટે કન્ટેસ્ટન્ટ્સે ખુબ મહેનત કરી હતી.
ઘણા ફેન્સે કહ્યું હતું કે, નેહા ભસીને દરેક લોકોને ખુબ એન્ટરટેઇન કર્યા હતા પરંતુ અફસોસની વાત તો એ છે કે, તે ફાઇનલમાં ન પહોંચી શકી. ફિનાલેમાં રાકેશ બાપત, શમિતા શેટ્ટી, પ્રતિક સહજપાલ, દિવ્યા અગ્રવાલ તથા નિશાંત ભટ્ટ નજરે આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.