સલમાન ખાન(Salman Khan)ની ફિલ્મ ‘અંતિમ- ધ ફાઈનલ ટ્રુથ'(Antim- The Final Truth) સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ભાઈજાનને પડદા પર જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો સિનેમા હાઉસ(Cinema House) પહોંચી રહ્યા છે અને અલગ-અલગ રીતે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સલમાનની ફિલ્મ જોઈને દિવાના બનેલા ચાહકોએ થિયેટરની અંદર ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી છે.
View this post on Instagram
તેને ખુશી મનાવવાની રીત કહી શકાય, પરંતુ સલમાન ખાને સોશિયલ મીડિયા દ્વારા આ વાત કરનારા ફેન્સને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી વાયરલ વીડિયો શેર કરતા તેણે સ્પષ્ટ લખ્યું છે કે, થિયેટરની અંદર ફટાકડા ન ફોડવા જોઈએ, કારણ કે તેનું પરિણામ ખૂબ જ ખતરનાક હોઈ શકે છે.
તેણે લખ્યું કે, તમામ ચાહકોને મારી વિનંતી છે કે હૉલની અંદર ફટાકડા ન લઈ જાઓ કારણ કે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, જે તમારા તેમજ અન્ય લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે. હું સિનેમા હોલના માલિકોને પણ વિનંતી કરું છું કે દર્શકોને ફટાકડા લઈ જવાની મંજૂરી ન આપો. પ્રવેશદ્વાર પર જ સુરક્ષા તપાસ કરીને તેમને આમ કરતા અટકાવો. અંતમાં સલમાને લખ્યું કે દરેક રીતે ફિલ્મનો આનંદ માણો, માણો પરંતુ મહેરબાની કરીને આવા કૃત્યોથી દૂર રહો. તમામ ચાહકોને મારી આ વિનંતી છે…આભાર.
તે જાણીતું છે કે સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’ તેની પોતાની પ્રોડક્શન કંપની દ્વારા બનાવવામાં આવી છે, જે આયુષ શર્મા દ્વારા નિર્દેશિત છે. ફિલ્મની વાર્તા લોકોને પસંદ આવી રહી છે, પરંતુ નબળા માર્કેટિંગ અને નબળા પીઆરના કારણે તેની ઓપનિંગ અપેક્ષા કરતા ઘણી ઓછી રહી છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે લગભગ 5.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે, તે છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછી ઓપનિંગ મેળવનારી સલમાન ખાનની કારકિર્દીની પ્રથમ ફિલ્મ બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.