12 વર્ષના બે બાળકોએ આઠ વર્ષની બાળકીને પીંખી- રમવાના બહાને બોલાવી અને ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા

હાલમાં જ એક આઠ વર્ષની માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે, આ ઘટનાના આરોપી 12 વર્ષના…

હાલમાં જ એક આઠ વર્ષની માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે, આ ઘટનાના આરોપી 12 વર્ષના છોકરા છે. યુપી(UP)ના સંભલ(Sambhal)માં એક ચોંકાવનારી અને ખૌફનાક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં 12 વર્ષના બે છોકરાઓએ આઠ વર્ષની માસૂમ પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું છે. પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સામૂહિક દુષ્કર્મની ઘટના સંભલના એક ગામની છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગામના બે છોકરાઓએ માસૂમને રમવાના બહાને ઘરેથી બોલાવી લઇ ગયા હતા. આ બાદ બંને સગીરોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મની શરમજનક ઘટનાને અંજામ આપ્યો હતો. સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ બંને આરોપીઓની ચુંગાલમાંથી ઘરે આવેલી માસૂમની તબિયત લથડી હતી.

આ પછી પીડિતાએ તેના પરિવારના સભ્યોને તેની સાથે થયેલા ખરાબ હરકતો વિશે જણાવ્યું હતું. પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે તાકીદે બાળ આરોપીને પકડી બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો હતો.

આરોપીઓ ધોરણ 6 ના વિદ્યાર્થીઓ:
એક નિર્દોષ પર દુષ્કર્મના આરોપીઓ ધોરણ 6ના વિદ્યાર્થીઓ છે. ભણવાની ઉંમરે જઘન્ય ગુનો આચરનાર બંને આરોપીઓ આ ગામના જ છે અને પીડિતા અને આરોપી બંને એક જ જ્ઞાતિના છે.

જ્યાં સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પીડિતાને મેડિકલમાં મોકલી હતી. તે જ સમયે, બાળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું મેડિકલ કરવામાં આવ્યું હતું. આ કેસમાં કોર્ટે પીડિતાની ઓળખ, નામ અને રહેઠાણને ગુપ્ત રાખવાનો આદેશ આપ્યો છે. પરંતુ સંભલમાં ગુનૌરના સીઓએ પીડિતાના ગામનું નામ જાહેર કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *