તાજેતરમાં સંજય દત્તે સોશિયલ મીડિયામાં તેમને UAE ગોલ્ડન વિઝા મળ્યા અંગેની માહિતી આપી છે. અહી તસ્વીરમાં સંજય દત્ત UAEના ડિરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ અલ મર્રી સાથે જોવા મળે છે. તેમના દ્વારા સંજય દત્તને આ વિઝા આપવામાં આવ્યા હતા. જેને લઈને સંજય દત્તે UAE સરકારનો આભાર પણ માન્યો છે.
સંજય દત્તે બે તસ્વીરોપોસ્ટ કરીને કહ્યું કે, મેજર મોહમ્મદ અલી મર્રીની હાજરીમાં સંયુક્ત અરબ અમીરાત માટે ગોલ્ડન વિઝા મેળવવાનું સન્માન મળ્યું. આ માટે UAE સરકારનો આભાર માનું છું. ફ્લાઈ દુબઈના COO હમદ ઓબૈદલ્લાના સમર્થન માટે આભારી છું. ગોલ્ડન વિઝા લોંગ ટર્મ રેસિડેન્સ ઈવેન્ટ છે. જે મે 2019માં વડાપ્રધાન તથા દુબઈના શાસકના અપ્રૂવલ બાદ શરૂ થઈ છે.
જણાવી દઈએ કે, વર્ષ 2020માં UAE સરકાર દ્વારા આ વિઝાની શરૂઆત કરવામાં આવી હતી. આ વિઝા 10 વર્ષ સુધી ચાલશે. ઉપરાંત આ વિઝાનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભાશાળી લોકો ગલ્ફના દેશોમાં વસે એ છે. ખાસ કરીને Phd હોલ્ડર્સ, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ તથા યુનિવર્સિટીના ટોપ ગ્રેજ્યુએટ્સ સામેલ છે. જોકે, સંજય દત્ત ભારતીય સિને ઈન્ડસ્ટ્રીમાંથી ગોલ્ડન વિઝા મેળવનાર સૌથી પહેલો એક્ટર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.