મોદી સરકારના 9 વર્ષમાં પૂજીપતિઓની 25 લાખ કરોડ લોન માફ કરાઈ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સુરતના RTI એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા (Sanjay Ezhava RTI activist) દ્વારા કરાયેલ RTI ના જવાબમાં RBI દ્વારા આપવામાં આવેલ માહિતીમાં અત્યંત ચોંકવનારી વાતો સામે આવી છે.
સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી માંગવામાં આવેલ માહિતી ના જવાબ માં મળેલ માહિતી વાંચી તમારી આંખ ખુલીને પહોળી થઇ જશે. NDA સરકાર -1 અને 2 મળીને વર્ષ 2014-2015 થી વર્ષ 2022-2023 સુધીના 9 વર્ષ સમયયગાળામાં ભારતભરની પબ્લિક એટલે કે સરકારી બેંકો દ્વારા રૂ. 10 લાખ 41 હજાર 966 કરોડ અને અને શેડયુલ્ડ કોમેર્શીયલ બેંકો દ્વારા રૂ. 14 લાખ 53 હજાર 114 કરોડ મળીને ફૂલ રૂ.24 લાખ 95 હજાર 080 કરોડ એટલે કે 25 લખ કરોડ રૂપિયાની NPA થયેલ લોનની રકમ રાઈટ ઓફ કરી દેવામાં આવેલ છે.
આ રકમ ભારતના અર્થ વ્યવસ્થાની ધજ્જિયાં ઉડાવી દેવા માટે કાફી છે. RBI દ્વારા અરજદાર સંજય ઇઝાવા ને ફક્ત આંકડાકીય માહિતી પ્રદાન કરવામાં આવેલ છે. ડિફોલ્ટરોની નામની જાહેરાત કરવામાં આવી નથી. પણ આ માહિતી અત્યારસુધી બહાર આવેલ સૌથી વધારે માંડવાળ કરેલી રકમ છે. UPA સરકાર-1 અને 2 મળીને રાઈટ ઓફ કરવામાં આવેલ રકમ થી 810 ટકા (%) થી પણ વધારે છે NDA સરકાર -1 અને 2 મળીને રાઈટ ઓફ કરેલ રકમ.
UPA સરકાર -1 અને 2 મળીને વર્ષ 2003-2004 થી વર્ષ 2013-2014 સુધીના 11 વર્ષ સમયયગાળામાં ભારતભરના પબ્લિક બેંકો દ્વારા રૂ. 1 લાખ 58 હજાર 984 કરોડ અને અને શેડયુલ્ડ કોમેર્શીયલ બેંકો દ્વારા રૂ. 2 લાખ 17 હજાર 128 કરોડ મળીને ફૂલ રૂ.3 લાખ 76 હજાર 112 કરોડ એટલે કે 3.76 લખ કરોડ રૂપિયાની NPA થયેલ લોનની રકમ રાઈટ ઓફ કરી દેવામાં આવેલ છે.
UPA સરકાર -1 અને 2 મળીને વર્ષ 2003-2004 થી વર્ષ 2013-2014 સુધીના 11 વર્ષ સમયયગાળામાં વાર્ષિક 34 હજાર 192 કરોડની લોનની રકમ રાઈટ ઓફ કરી દેવામાં આવેલ હતી જયારે NDA સરકાર -1 અને 2 મળીને વર્ષ 2014-2015 થી વર્ષ 2022-2023 સુધીના 9 વર્ષ સમયયગાળામાં વાર્ષિક 2 લાખ 77 હજાર 231 કરોડની લોનની રકમ રાઈટ ઓફ કરી દેવાઈ છે. એટલે કે UPA સરકાર 11 વર્ષમાં રાઈટ ઓફ કરવામાં આવેલ લોન રકમ NDA સરકાર ફક્ત 17 મહિનામાંજ રાઈટ ઓફ કરી દીધી છે.
રાઈટ ઓફ કરી દેવામાં આવેલ 25 લાખ કરોડમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો દ્વારા લેવામાં આવેલ લોનની રકમ ખુબજ ઓછી છે. પૂંજીપતિઓ જે લોકો કરોડોની લોન લઈને દેશ માંથી ભાગી જનાર ની લોનની રકમ આ રાઈટઓફ માં વધુ છે.
સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRILC) ની સ્થાપના ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધિરાણકર્તાઓને ક્રેડિટ ડેટા એકત્રિત કરવા, સંગ્રહ કરવા અને પ્રસારિત કરવા માટે કરવામાં આવી છે. શેડયુલ્ડ કોમેર્શીયલ બેંકો દ્વારા જૂન 2023 સુધી CRILC માં રિપોર્ટ કરવામાં આવેલ 5 કરોડ થી વધારાની રકમની રાઈટ ઓફ કરવામાં આવેલ એકાઉન્ટની સંખ્યા 3973 છે.
શેડયુલ્ડ કોમેર્શીયલ બેંકો દ્વારા વર્ષ 2014-2015 થી 2022-2023 સુધીના 9 વર્ષમાં રાઈટ ઓફ કરવામાં આવેલ 25 લાખ કરોડ પૈકી 2 લાખ 4 હજાર 673 કરોડ રૂપિયા રિકવર એટલે કે પરત મેળવ્યા છે. એટલે ફૂલ 25 લાખ કરોડ માંથી 10 ટકાની રકમ રૂ. 2.5 લાખ કરોડની રિકવરી થઇ છે.
સંજય ઇઝાવા (Sanjay Ezhava) જણાવે છે છે કે, આ આંકડાઓ જોતા એવું લાગી રહ્યું છે કે દેશની સંપત્તિ ઉદ્યોપ પતિઓ લઈને વિદેશ ભાગી જાય છે, આ રકમોની વસુલાત કરવા સરકાર કોઈ અસરકારક કાર્ય કરી રહી નથી. શું સરકારની મિલી ભગતથી આ જંગી રકમો દેશને ભોગવવી પડે છે ? જનતા જ્યાં સુધી જાગૃત ના થાય ત્યાં સુધી આવા નુક્શાનો દેશને જ ભોગવવાનો વારો આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube