લોકસભાની ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે. જેમાં એનડીએની સરકાર બનતી દેખાઈ રહી છે. બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓની જાહેરાત કરી છે. હવે ભાજપની સરકાર બની રહી છે તો લોકોને આ પ્રમાણેની યોજનાઓનો ફાયદો થશે. બીજેપીની સરકાર આવે તો લોકોને સંકલ્પ પત્રમાં જણાવેલ યોજનાઓનો લાભ મળશે.
ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયા મળશે
બીજેપીના ઘોષણા પત્રક મુજબ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના દરેક ખેડૂતને નિશ્ચિત રકમ આપવામાં આવશે. બીજેપી એ પોતાના અંતિમ બજેટમાં આ યોજનાની ઘોષણા કરી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે એકર સુધીની જમીન વાળા ખેડૂતો ને વર્ષે ૬ હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજના નું એલાન 1 ફેબ્રુઆરીના અંતિમ બજેટમાં કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત દેશના ઘણા ખેડૂતોને લાભ મળવાનો શરુ પણ થઇ ગયો છે.
કિશાન ક્રેડિટ કાર્ડ
કિશાન ક્રેડિટ કાર્ડ પર 1 લાખ સુધી ની લોન પર પાંચ વર્ષ સુધી કોઇ પણ વ્યાજ લેવામાં આવશે નહીં. 2022 સુધી ખેડૂતોની આવક બે ગણી થઈ જશે. ખેતી ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે ૨૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. દેશના દરેક ખેડૂતને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ આપવામાં આવશે. નાના ખેડૂતોને સામાજીક સુરક્ષા માટે ૬૦ વર્ષ બાદ પણ પેન્શનની યોજના જાહેર કરવામાં આવી છે.
મહિલાઓ માટે વિશેષ ન્યાય આપવાની તૈયારી
તીન તલાક, નિકાહ હલાલા જેવી પ્રથા ઉપર પ્રતિબંધ લગાવી તેને સમાપ્ત કરવામાં આવશે. બધા જ આંગણવાડી અને આશા કાર્યકર્તાઓને આયુષ્માન ભારત હેઠળ લાવવાનું કાર્ય થશે. ઓછામાં ઓછી 50 ટકા મહિલા કર્મચારીઓ રાખવાવાળા એમ.એસ.એમ.ઈ ઉદ્યોગો દ્વારા સરકારને 10 ટકા ઉત્પાદન ખરીદ.
સુરક્ષા માટે ફ્રી હેન્ડ નીતિ લાગુ કરવામાં આવશે
આપણી રાષ્ટ્રીય સુરક્ષા નીતિ કેવલ આપણા રાષ્ટ્રીય સુરક્ષા વિષયો દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતકવાદ અને ઉગ્રવાદી વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિને પૂરી દ્રઢતા સાથે જાળવી રાખવામાં આવશે. સુરક્ષા બળો દ્વારા આતંકવાદીઓનો સામનો કરવા ફ્રી હેન્ડ નીતિ જળવાઈ રહેશે.
200નવી કેન્દ્રીય શાળાઓ નું નિર્માણ થશે
200 નવા કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય શાળાઓ નું નિર્માણ શરૂ થશે. 2024 સુધીમાં એમબીબીએસ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સંખ્યા બે ગણી થશે. ભારતની શૈક્ષણિક સંસ્થાઓ ને વિશ્વની ટોચની 500 શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન મળશે.
નાના વેપારીઓ માટે ક્રેડિટ ગેરંટી યોજના
૨૦૨૫ સુધી પાંચ લાખ કરોડ ડોલર અને વર્ષ 2032 સુધી ૧૦ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 16 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને એક લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી યોજના મળશે.
2022 સુધી દરેક પરિવાર ને ઘરનું ઘર મકાન
૨૫ લાખ કરોડ ગ્રામ્ય ક્ષેત્રોમાં ખર્ચ કરવામાં આવશે. 2022 સુધી દર વર્ષે એવા પ્રત્યેક પરિવારને મકાન મળશે, જેઓ અત્યારે કાચા મકાનમાં રહેતા હોય અથવા તો જેમની પાસે મકાન ના હોય. જળ જીવન મિશન શરૂ થશે, પ્રત્યેક પરિવાર ને પીવા માટે સ્વચ્છ પાણી મળશે. 2022 સુધી દરેક ગ્રામ પંચાયત ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક થી જોડવામાં આવશે.
75 નવા મેડિકલ અને પોસ્ટ મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. ડોક્ટરની સંખ્યાઓમાં વધારો કરવામાં આવશે. 2024 સુધીમાં દર 1400 લોકો એક ડોક્ટર હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.