ચાલુ વરસાદે વીજપોલને અડકતાં બાળકીને લાગ્યો કરંટ – જુઓ ઘટનાના LIVE CCTV ફૂટેજ

વડોદરા(Vadodara): રાજ્યમાં વરસાદી માહોલ જામતા જ એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મહીસાગર(mahisagar) જિલ્લાના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં માત્ર 5 વર્ષની બાળકીને ચાલુ વરસાદે વીજપોલને અડકતાં કરંટ(Electric current) લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ બાળકી વીજ પોલ સાથે ચોંટી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પસ્ટપણે દેખાય છે કે, પરિવારના લોકો અને આસપાસમાં રહેતા સ્થાનિકો બાળકીને બચાવવા માટે લાકડી લઈને દોડી પડે છે.

ઘણી બધી જગ્યાઓ પર વીજળીના તાર લબડતા જોવા મળતા હોય છે. સરકાર તેના પર કઈ ધ્યાન આપતી નથી. ત્યારે સંતરામપુર નગરના રાણાવાવ વિસ્તારની અંદર રહીશોના ઘર આંગણે વીજપોલના ખુલ્લા વીજ વાયરો લટકતા હતા. જેને વરસાદમાં નાવા આવેલી 5 વર્ષની બાળકી ધ્રિતી સંજયકુમાર રાણા અડકતા કરંટ લાગ્યો હતો. કરંટ લગતા બાળકીને બૂમાબૂમ કરી મૂકી હતી. બુમ સાંભળીને આજુબાજુના રહીશોએ લાકડાના ડંડા વડે વીજ થાંભલાથી તેને દૂર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઘટના સ્થળે હાજર લોકોએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને બાળકીને તાત્કાલિક સંતરામપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. હાલમાં તેની તબિયત સારી છે, પરંતુ વરસાદ ચાલુ થતાં જ થાંભલા ઉપરથી કરંટ ઊતરવાની ઘટના બની હતી. બાળકી પોતાના ઘરનાં આંગણે રમી રહી હતી. આ સમયે કરંટ આવતા જ તે થાંભલા સાથે ખેંચાઈ ગઈ હતી. આખા રાણાવાસ વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

આવી રીતે ખુલ્લા વાયરોના કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધ્યું છે. પરિવારે MGVCLમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી. પરંતુ કોઈ કર્મચારીએ આવીને કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આવી જ રીતે વિસ્તારના અન્ય વીજ પોલમાં પણ કરંટ ઉતરતા સ્થાનિક લોકોમાં MGVCL સામે રોષ જોવા મળી રહ્યો છે અને બાળકીને કંઈ થઈ ગયું હોત તો જવાબદાર કોની હોત, તેવા પ્રશ્નો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *