ભાજપના આ ધારાસભ્ય:- “ગુજરાત મુક્ત ઇન્ડિયા બનાના હૈ”

આજે 2 ઓકટોબર એટલે કે ભારતના રાષ્ટપિતા એવા મહાત્મા ગાંધીજીનો 150 મો જન્મદિન. આજના દિવસે માત્ર ભારત જ નહિ પરંતુ આખું વિશ્વ આ જયંતીને મનાવી રહ્યું છે. અને આવા સમયે દરેક રાજકીય નેતાઓ વિવિધ જગ્યાએ જઈને ગાંધીજીના સ્મારકને હાર પહેરાવી તેમનું સન્માન કરી રહ્યા છે અને વિવિધ નારાઓ પણ લગાવી રહ્યા છે. એવામાં એક એવા ધારસભ્ય પણ મળ્યા છે જેના નારા સાંભળીને તમને પણ શરમ અનુભવાશે.

સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર ગાંધી જયંતિ નિમિતે આયોજીત રેલીમાં ઉત્સાહમાં ને ઉત્સાહમાં પહોંચી ગયા. ત્યારબાદ સરદાર પટેલની પ્રતિમા પાસે પહોંચીને ધારાસભ્ય શ્રીએ સુત્રોચ્ચાર ચાલુ કર્યા. જેમાં તેઓ અતિ ઉસ્તાહમાં શું બોલી રહ્યા હતા કદાચ તેમને તેનો અંદાજ જ ન રહ્યો અને ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરે તો હાથ ઉંચા કરી કરીને સુત્રોચ્ચાર ચાલુ કર્યા.

આ સુત્રોચ્ચારમાં તેઓએ ગુજરાત મુક્ત ઇન્ડિયા બનાના હૈના નારા લગાવવાનું શરૂ કર્યુ. બીચારા બાળકો તો ભોળા તેઓ પણ તેમની સાથે બોલાવા લાગ્યા પરંતુ ધારાસભ્યએ કેટલીય વાર સુધી આ સુત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા અને ધારાસભ્યનો આ સુત્રોચ્ચારનો વીડિયો હવે સામે આવ્યો છે. જો કે મોડેમોડે તેઓને પોતાની ભૂલ સમજાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *