હવે યુપીમાં સાધુ-સંતોને મળશે દર મહિને 500 રુપિયાં

Published on: 5:05 am, Tue, 22 January 19

વૃદ્ધાવસ્થા અને કિસાન પેન્શન યોજના હેઠળ મળતી રકમને સરકારે 400થી વધારીને 500 રુપિયા માસિક કર્યું છે. આ યોજનામાં સાધુ સંતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. જે સાધુ સંત પેન્શન ઈચ્છે છે તેમને યોગ્ય કાગળો જમા કરાવવાં પડશે.

સમાજ કલ્યાણ વિભાગના પ્રમુખ સચિવ મનોજ સિંહના જણાવ્યાનુસાર આશરે નવ લાખ લોકો એવા છે જે યોગ્ય હોવા છતાં પેન્શનથી વંચિત છે. આવા લોકોને પેન્શન યોજનામાં લાવવા માટે 30 જાન્યુઆરી સુધી વિધાનસભાવાર કેમ્પ યોજાશે.

CM યોગીએ યોગ્ય લોકોને પેન્શન આપવા માટે વૃદ્ધાવસ્થા પેન્શન, નિરાશ્રિત મહિલા પેન્શન અને દિવ્યાંગજન પેન્શન કેમ્પ લગાવવાનો નિર્દેશ આપ્યાં છે.

યોગી સરકારનો નિર્ણય

CM યોગીએ કહ્યું કે, દરેક નિરાશ્રિત લોકો (મહિલા અને દિવ્યાંગ પણ) હવે 400ની જગ્યાએ 500 રુપિયા પેન્શન મળશે. આ માટે 30 જાન્યુઆરી સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,’પ્રદેશ સરકારે નિર્ણય લીધો છે કે દરેક નિરાશ્રિત મહિલા, પુરુષ અને દિવ્યાંગને 500 રુપિયા પેન્શન આપવામાં આવશે. પ્રદેશ સરકાર દરેક નિરાશ્રિત લોકોને ભેદભાવ વગર તેની પાત્રતાને હિસાબે પેન્શન આપશે. આજથી લઈ 30 જાન્યુઆરી સુધી સમગ્ર પ્રદેશમાં કેમ્પનું આયોજન કરશું. અમારો પ્રયાસ છે કે તેમાં કોઈપણ નિરાશ્રિત બાકી ન રહી જાય.’

અખિલેશના પ્રહાર

યોગી આદિત્યનાથે કહ્યું કે,’સરકાર વૃદ્ધાવસ્થા પેન્શન, નિરાશ્રિત પેન્શન અને દિવ્યાંગ જન પેન્શન આપી રહી છે.’ યોગી સરકારના આ નિર્ણય પર સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ પ્રહાર કર્યાં છે. તેમણે રાજ્ય સરકાર પાસેથી માંગણી કરી છે કે સાધુ સંતોને 20 હજાર રુપિયા પેન્શન આપવાની માગણી કરવામાં આવે છે.

રામ અને સીતાને પણ પેન્શન આપે, બચે તો રાવણને પણ આપે.’

અખિલેશે કહ્યું કે,’યોગી સરકાર સાધુ-સંતોને પેન્શન આપે. અમે તો રામલીલાના પાત્રને પેન્શન આપવાની સ્કીમ શરુ કરી હતી. સીએમ યોગી રામ અને સીતાને પણ પેન્શન આપે. અને રામ સીતા જ કેમ? બચે તો રાવણને પણ પેન્શન આપે.’

અખિલેશે કહ્યું કે કુંભ દાનનું પર્વ માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર ઈચ્છે તો પ્રયાગરાજનો અકબર કિલ્લો યુપી સરકારને દાનમાં આપી દે. જેથી સરસ્વતી કુંભ લોકો માટે હંમેશા ખુલી જાય. સેનાને જગ્યા જોઈએ તો તેને ચંબલમાં ખાલી પડેલી જગ્યા પર મોકલી દો.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પહેલીવાર પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં કેબિનેટ બેઠક કરવા જઈ રહી છે. આ બેઠક 29 જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં થઈ શકે છે.